- નોંધણી સર નિરીક્ષકના પ્રવેશબંધીના નિર્ણય સામે વકીલોમાં નારાજગી : રાજકોટ રેવન્યુ બાર એસો.એ આવેદન પાઠવી 15 દિવસમાં નિર્ણય પાછો ખેંચી લેવા અલ્ટીમેટમ આપ્યું
સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ કરવા આવેલ અરજદાર સિવાય લોકોને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવાનો નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિવાદી નિર્ણય પાછો ખેંચવાની માંગ સાથે રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન, નોટરી એસોસીએશન દ્વારા રોષ વ્યક્ત કરી સબ રજીસ્ટ્રારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
આવેદનમાં જણાવાયુ હતું કે સરકારી અધિકારીઓ દ્વારા લોક ઉપયોગી નિર્ણય લેવાને બદલે ઘણી વખત એવા નિર્ણય લેવામાં આવે છે જેની નિંદાનો ભોગ સરકાર બને છે હાલમાં જ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રીન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીમાં લેનાર વેચનાર અને સાક્ષી સિવાય કોઈએ પ્રવેશ કરવો નહીં તેવો પરિપત્ર કરેલ જે બાબત રાજકોટ રેવેન્યૂ બાર અસોશિએશન થતાં તેના પ્રમુખ રમેશભાઈ કથીરિયા તેમજ સેક્રેટરી વિજય તોગડિયા તેમજ હોદેદારો અને મોટી સંખિયામાં અડવોકટે એઆઈજીઆર અજય ચારેલ પાસે ધસી જઇને આ બાબતની રજૂઆત કરેલ કે હાલમાં મોટાભાગની ન્યાયિક કચેરીની કામગીરીનું લાઈવ પ્રસારણ કરવામાં આવે છે જેથી કરીને કામગીરી પારદર્શક થાય છે. જમીન મકાન વિગેરેના વેચાણમાં પોતાની સાથે જાણીતા લોકો, પ્રતિનિધિ લઈ આવે તો તેને પ્રવેશ ના આપવો અને તેમાં ખોટું શું છે.
દેશની પરંપરા મુજબ વેચાણમાં બે ત્રણ લોકો સાક્ષી હોય છે.એડવોકેટ સાથે રાખતા હોય છે જેથી કરીને કોઈ પ્રશ્ન બને તો સાક્ષીની હાજરીમાં વાત સાબિત કરી શકાય. સબજિસ્ટ્રાર કચેરીમાં સામાન્ય રીતે કોઈ પણ નાગરિક જાહેર રેકોર્ડ ચેક કરવા, આરટીઆઇ કરવા, તપાસવા, દસ્તાવેજની નકલ માંગવા, તથા અરજદારના પ્રતિનિધિ તરીકે પ્રવેશ આપતા હોય છે ત્યારે ગુપ્તાના નામે પ્રવેશ રોકવો તે કાયદાની વિરુદ્ધનું કહેવાય તેમજ ગેરબંધારણ અને લોકોનો બંધારણીય હકમાં તરાપ સમાન ગણાય. તેમજ લખી આપનાર લખાવી લેનાર અને માત્ર સાક્ષીને જ પ્રવેશ આપવાની બાબતમાં એડવોકેટ પ્રતિનિધિ તરીકે કોઈ પણ પક્ષકાર લખી આપનાર કે લખી લેનાર સાથે આવી શકે તેવી કાયદાકીય પણ જોગવાઈ હોય ત્યારે કાયદાની વિરુદ્ધનો પરિપત્ર કરેલ હોય તેવો પરિપત્ર રદને પાત્ર છે તેવું અસોશિએશન દ્વારા જણાવેલ.
જો આ પરિપત્ર જો તાત્કાલિક રદ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં આ અંગે આક્રમક વલણ વકીલો અપનાવશે તેવી ચીમકી આપવામાં આવેલ . આ આવેદનપત્ર આપવામાં રાજકોટ રેવન્યૂ બાર અસોશિએશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા તેમજ સેક્રેટરી વિજય તોગડિયા તેમજ હોદેદારો સી એચ પટેલ, વિમલ ડાંગર, આનંદ જોશી તેમજ વકીલો માં રવિન્દ્ર ડી. અઘેરા, મોહિની એમ. ચાવડા એમ. જે. ગજેરા, રાજેશ બી. નસીત, રાજુભાઈ સી. પરસાણા, શૈલેષ સી. રૂપાપરા ,મનોજ ભટ્ટ,જીતેન્દ્ર જે. આહયા,આનંદ કે. પઢીયાર ધવલ આર. વિરડીયા,જીગ્નેશ પી. ગજેરા, સી. જી. રામાણી, વિજય પી. દવે,કે. ડી. મકવાણા, હિરેન ડી.ડાવરા, મનદીપ જે. વિરાણી,ગૌતમ બી. કોઠીયા , રજની એમ. સાંગાણી , હરેશ ત્રાડા, હસમુખ કલકાણી , યોગેશ રાશિયા ,જતીન મેઘાણી ધવલ સોરઠિયા દિવ્યેશ આર. છગ ચંદ્રેશ કે. સાકરીયા ,તનવીર ડી. લાવડીયા મહેન્દ્ર ડાંગર,દિપક એમ. લાડવા નલિનભાઈ આહિયા, જીતેન્દ્ર વાડોલીયા વિજય પી. શેખલીયા, મનીષ બી. વાવડીયા અતુલ એમ. મહેતા, નરેશ એલ. પરસાણા કે.ડી. મકવાણા ,કેયૂર એ. તેરૈયા, લલીત કે. તોલાણી, આર. ડી. દવે, સંજય સી., દીપક જે. સખીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.