ડીએનડી મોડમાં મિસ્કોલ્સ પણ જોઈ શકાશે: જ્યારે કોલ આવશે ત્યારે જશહયક્ષભયમ બુ ઉજ્ઞ ગજ્ઞિં ઉશતિીંબિનું લેબલ દેખાશે. આ પછી ડુ નોટ ડિસ્ટર્બ સેટિંગ્સમાં જઈને આ લેબલમાં મિસ્ડ કોલ્સ વિશે માહિતી મેળવી શકશો
મેટા-માલિકીના ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ ઠવફતિંઆા પર નવું અને એક શાનદાર ફીચર Do Not Disturb મોડ દાખલ કરવામાં આવ્યું છે. કંપનીએ આ મોડ બીટા ટેસ્ટિંગ માટે બહાર પાડ્યો છે. આ ફીચરની મદદથી યુઝર્સ હવે વોટ્સએપમાં પણ ડુ નોટ ડિસ્ટર્બ મોડનો વપરાશ કરી શકશે, જ્યારે મિસ્ડ કોલની માહિતી પણ ડુ નોટ ડિસ્ટર્બ સેટિંગ્સમાં ઉપલબ્ધ થશે. એટલે કે હવે તમે ઉગઉ મોડમાં હોવ તો પણ તમે લેબલ પર જઈને કોલની માહિતી મેળવી શકો છો. જણાવી દઈએ કે તાજેતરમાં જ ઠવફતિંઆાએ એક નવું કોમ્યુનિટી ફીચર પણ બહાર પાડ્યું છે.
વોટ્સએપના ફીચર્સને ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ વોટ્સએપના આ ફીચર વિશે માહિતી આપી છે. WABetaInfoએ આ ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એક રિપોર્ટ અનુસાર તમે ફોનના સેટિંગમાં જઈને આ ફીચરને એક્ટિવેટ કરી શકો છો. આ પછી તમને તમારા કોઈ મિત્ર કે પરિવારના સભ્યો તરફથી મેસેજ અને કોલ નહીં મળે. એટલે કે આ ફીચરની મદદથી તમે કોઈપણ હેરાનગતિ વગર તમારા કામ પર ફોકસ કરી શકો છો. ઉપરાંત ઉગઉ મોડમાં મિસ્ડ કોલ્સ પછીથી જોઈ શકાય છે. જો તમારા વોટ્સએપમાં ઉગઉ મોડ ચાલુ હોય છે. તો જ્યારે કોલ આવશે ત્યારે Silenced by Do Not DisturB લેબલ દેખાશે. આ પછી ડુ નોટ ડિસ્ટર્બ સેટિંગ્સમાં જઈને આ લેબલમાં મિસ્ડ કોલ્સ વિશે માહિતી મેળવી શકશો.
વોટ્સએપે તાજેતરમાં જ તેના પ્લેટફોર્મ પર કોમ્યુનિટી ફીચર રોલઆઉટ કર્યું છે. વોટ્સએપ કોમ્યુનિટી ફીચર દ્વારા મતદાન કરી શકાય છે અને એક ટેપ વિડિયો કોલિંગ ઉપરાંત 32 લોકો વીડિયો કોલિંગમાં એક સાથે એક ગ્રુપમાં જોડાઈ શકે છે. આ ફીચરમાં તમે તમામ ગ્રુપને કોમ્યુનિટીની અંદર રાખી શકશો. કોમ્યુનિટીની અંદરના 20 જેટલા ગ્રુપને એક જ કમ્યૂનિટીમાં એક જ સમયે સામેલ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે કોમ્યુનિટીઝનું સૌપ્રથમ એપ્રિલમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે તે બધા માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.