વિશ્વભરમાં નવી નવી ચીજ વસ્તુઓ બનાવવા માટે આગળ રહેલું ચીન હવે જાણે કે રોગચાળાનું ઉત્પાદન કેન્દ્ર બન્યું હોય ,તેમ વિશ્વને કોરોના આપનાર ચીનમાં વધુ એક રહસ્યમય મહામારીનો ઉપદ્રવ થયો હોય તેમ રહસ્યમય ન્યુમોનિયાએ હજારો નો ભોગ લીધો છે.
ચીનમાં હાહાકાર મચાવનાર ન્યુમોનિયા જેવા લક્ષણ ધરાવતા દર્દીઓ મળી આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું
ચાઈનીઝ ન્યુમોનિયા તરીકે ઓળખાતી આ બીમારી ના ભારતમાં” પગરણ” થઈ ગયા હોય તેમ દિલ્હી એમ્સમાં તેના સાત કેસ મળતા આરોગ્ય વિભાગમાં દોડધામ મતી જવા પામી છે બીમારીના કેસ એપ્રિલથી સપ્ટેમ્બરમાં દિલ્હી એમ્સ ખાતે નોંધાયા હતા. દિલ્હી એમ્સ ખાતે ન્યુમોનિયા ના દર્દીઓ ની તપાસ દરમિયાન બેક્ટેરિયા માઈક્રોપ્લાઝમા ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જાહેર થયેલા અહેવાલમાં જણાવ્યું છે કે પ્રારંભિક તબક્કામાં જ પીસીઆર રિપોર્ટથી આ દર્દીઓની ઓળખ કરવામાં આવી હતી.. ત્યાર પછી પીસીઆર અને આઈ જી એમ એલિસા ટેસ્ટ કરવામાં આવતા 7 થી વધુ દર્દીઓને ચીનમાં હાહાકાર બચાવનાર રહસ્યમય ન્યુમોનિયા જેવી અસર હોવાનું બહાર આવ્યું હતું ડોક્ટર ચૌધરીએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તાવ જેવા લક્ષણો ધરાવતા આ ન્યુમોનિયા પર ભારતે ધ્યાન આપવું પડશે હાલ માત્ર એમ તેમજ દિલ્હીના કેટલાક વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે, જોકે સત્તાવાર રીતે ભારતમાં ચાઈનીઝ ન્યુમોનિયાની એન્ટ્રી થયાના અહેવાલોના પગલે આરોગ્યતંત્ર સજાગ બન્યું છે શિયાળાના દિવસોમાં આ રોગચાળો વધુ વકરે તેવી વકીને લઈને તાવના સામાન્ય લક્ષણોને પણ ગંભીરતાથી લેવા સૂચના આપવામાં આવી છે.