બે દિવસમાં ૧૨૧૮૫ બાળકોને પ્રવેશ અપાશે: બીજ નિગમનાં ચેરમેન સહિતનાં ઉપસ્તિ રહ્યા

ગીર સોમના જિલ્લાની ૫૫૩ પ્રા.શાળાઓમાં પણ રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, કલેકટર અને અધિકારીઓ-પદાધિકારીઓની ઉપસ્થિતીમાં ૫૯૯૬ કુમાર અને ૬૨૧૪ ક્ધયા એમ કુલ ૧૨૧૮૫ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.

વેરાવળ તાલુકામા-૧૫, સુત્રાપાડા તાલુકામા-૧૧, કોડીનાર તાલુકામા-૧૫, તાલાળા તાલુકામાં-૧૧, ઉના તાલુકામાં-૨૦, ગીરગઢડા તાલુકામાં-૧૪ સહિત ગ્રામ્ય વિસ્તારમાં-૭૪ અને શહેરી વિસ્તારમાં-૧૧ મળી એમ કુલ ગીર સોમના જિલ્લાના ૮૪ રૂટમાં આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આવરી લેવામા આવી છે. શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધો-૧ માં ૧૨૧૮૫ જેટલા બાળકોને પાઠ્યપુસ્તક અને શૈક્ષણીક કિટ આપી ઉમંગભેર શાળામાં પ્રવેશ આપવામાં આવશે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગીર સોમના જિલ્લાની મોટાભાગની પ્રા.શાળાઓમાં રાજ્યકક્ષાના-૨૧ અને જિલ્લાકક્ષાના-૫૪ અધિકારીઓ દ્રારા બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. ગીર સોમના જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દાફડા પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ખાસ સહભાગી વાની સો બાળકોને પ્રવેશ અપાવશે. આ  કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર સોમના જિલ્લા શિક્ષણ વિભાગની ટીમે જહેમત ઉઠાવી છે. ઉપરાંત ૧૧૫ માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ પૂર્ણ કરાનાર તમામ બાળકોને ધો. ૯ માં પ્રવેશ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.