- તા. 24 અને 25 ફેબ્રુઆરીના રોજ માર્ગો રહેશે બંધ : પાર્કિંગ પોઇન્ટ પણ જાહેર કરાયા
Rajkot News
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટ પ્રવાસે આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાનના આગમનને પગલે શહેરમાં બે દિવસ માટે આશરે 14 જેટલાં માર્ગો પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. જે અંગે શહેર પોલીસ કમિશ્નર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. તેમના આગમન પૂર્વે રાજકોટના 14 માર્ગો પર પ્રવેશબંધીને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ 14 માર્ગો પર વાહન પ્રવેશ કરી શકાશે નહિ. વડાપ્રધાનની 25મીએ મુલાકાત અને તે પૂર્વેના દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીના રોજ જૂના એરપોર્ટથી સભા સ્થળ સુધીના રૂટ પર રિહર્સલ કરવામાં આવશે જેથી એ દિવસે બપોરના 11 થી સાંજના 5 વાગ્યા સુધી રસ્તા બંધ રહેશે. જેની સામે વૈકલ્પિક રસ્તાઓ પણ આપવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ કમિશનરે માર્ગો પર પ્રવેશબંધીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. રવિવારે 11 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં 14 જેટલા રસ્તાઓ બંધ રહેશે.
રાજકોટના ક્યાં 14 માર્ગો રહેશે બંધ?
- ગીતગુર્જરી શેરી તરફથી એરપોર્ટ સર્કલ રેસકોર્ષ તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- આમ્રપાલી અંડર બ્રીજથી જૂની એન.સી.સી. ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- પોલીસ હેડ કવાટર્સ સર્કલથી જૂની એન.સી.સી, ચોક સુધી જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- રૂરલ એસ.પી.ના બંગલા થી રેસકોર્ષ રીંગરોડ તરફ જવા માટે પ્રવેશ બંધ
- ચાણક્ય બિલ્ડીંગ ચોકથી બહુમાળી ભવન ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- સરકીટ હાઉસ આઉટ ગેઈટ આકાશવાણી રોડથી ગેલેકસી 12-માળા બિલ્ડીંગ તરફ જવા માટે રસ્તા પર પ્રવેશ બંધ
- આદિત્ય બિલ્ડીંગ બહુમાળીથી રેસકોર્ષ રીંગરોડ તરફ જવા માટે પ્રવેશ બંધ
- ફુલછાબ ચોકથી જીલ્લા પંચાયત ચોક/કિશાનપરા ચોક તરફ જવા અવર-જવર માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- યાજ્ઞિકરોડ ઠક્કર બાપા છાત્રાલયથી જીલ્લા પંચાયત તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો પ્રવેશ બંધ
- હરીભાઇ હોલ યાજ્ઞિક રોડ થી ભારત ફાસ્ટ ફુડ/ વિરાણી ચોક તરફ જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- ગોડાઉન ચોકથી મહીલા અંડર બ્રીજ સુધી માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- કોટેચા ચોક, સ્વામીનારાયણ મંદિરથી મહીલા અંડરબ્રીજ અને કિશાનપરા ચોક સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- આમ્રપાલી અંડરબ્રીજ અને કિશાનપરા ચોક જવા માટે તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
- ટ્રાફિક શાખાથી પોલીસ હેડ કવાટર્સ સર્કલ તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ
એસટી બસ માટે 6 પાર્કિંગ પોઇન્ટ
રાજકોટમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઇ ગ્રામ્ય વિસ્તારમાંથી એસટી બસ મારફત જનમેદની રાજકોટ પહોંચવાની છે માટે અલગ-અલગ 6 જગ્યા પર એસટી બસ માટે પાર્કિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે. જેમાં વિરાણી હાઈસ્કૂલ મેદાન, ડીએચ કોલેજ મેદાન, ચૌધરી હાઈસ્કૂલ મેદાન, જામનગર રોડ પર સ્પેશિયલ હોમ ફોર બોયઝ મેદાન, શાસ્ત્રી મેદાન અને મોરબી હાઉસ પાસે સીંધોઈ પાર્ટીપ્લોટનો સમાવેશ થાય છે.
વીઆઈપી માટે 9 પાર્કિંગ પોઇન્ટ
રાજકોટમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર વીઆઈપી મહેમાનો રાજકોટ આવી પહોંચશે અને આ વીઆઇપી લોકોના વાહનોના પાર્કિંગ માટે અલગ અલગ 9 જગ્યા પર પાર્કિંગ પોઇન્ટ આપવામાં આવ્યા છે. જેમાં માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક ચબુતરા પાસે, બહુમાળી ભવન, ઇન્ડોર સ્ટેડિયમ, ફનવર્લ્ડ સામે રસ્તા પર, રાજકોટ જિલ્લા પોલીસ વડાના બંગલો વાળી શેરી, સર્કિટ હાઉસ સામે મેદાન, બાલભવન ખાતે અને આયકર વાટિકા પાછળનો સમાવેશ થાય છે.
વીવીઆઈપી અને સરકારી વાહનો માટે પાર્કિંગ
પોલીસ અને સરકારી વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થામાં વીવીઆઈપી પાર્કિંગ જૂના એરપોર્ટમાં અંદર ફાયર સ્ટેશન પાસે નક્કી કરવામાં આવ્યું છે, જયારે સરકારી વાહની હોમગાર્ડ ઓફિસર કોલોની ખાતે અને પોલીસના વાહનો પોલીસ હેડ ક્વાર્ટર અંદર મસ્જિદની બાજુમાં નક્કી કરવામાં આવ્યું છે.