તિરંગા યાત્રાના રૂટ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો પાર્કિંગ ઝોન, પાર્કિંગ અને વાહનોના/બસો રૂટ અંગે શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. વધુ વિગત મુજબ આવતીકાલે તિરંગા યાત્રા અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટ શહેર પ્રવાસ કાર્યક્રમમાં આવનાર છે અને તેઓના અધ્યક્ષતામાં તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાનાર છે.
આ તિરંગા યાત્રા બહુમાળી ભવનચોકથી યાજ્ઞિક રોડથી રાષ્ટ્રીય શાળા ખાતે પુર્ણ થનાર હોય અને આ તિરંગા યાત્રા ખુબ જ મોટા પ્રમાણમાં આમ જનતા જોડાનાર હોય જેથી આ રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ બને નહી અને આમ જનતાને કોઇ ટ્રાફિકનો અવરોધ ન થાય તે હેતુસર તા.12ને શુક્રવારે સવારે કલાક 08/00 થી 10/30 સુધી તમામ પ્રકારના વાહનો માટે પોલીસ હેડકવાર્ટર સર્કલથી બહુમાળી ભવન ચોક, જીલ્લા પંચાયત ચોકથી યાજ્ઞીક રોડ, હરીભાઇ હોલ, રાડીયા બંગલા ચોકથી માલવીયા ચોક સુધીના રોડ ઉપર તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ અને નો-પાર્કિંગ (તીરંગા યાત્રામાં જોડાયેલ અને સરકારી વાહનો સિવાય) જાહેર કરવા આવેલ છે.
પોલીસ હેડક્વાર્ટર સર્કલ, બહુમાળી ભવન ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞિક રોડ
અને માલવીયા ચોક કાલે સવારે 8 થી 10:30 કલાક સુધી વાહનોને નો એન્ટ્રી
પાર્કિંગ વ્યવસ્થા અને રૂટ તિરંગા યાત્રામાં આવનાર મારવાડી યુનીવર્સિટી, દર્શન કોલેજ તેમજ ભાવનગર રોડની કોલેજ તથા સ્કુલોના વિર્ધાથીઓને તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આવનાર બસો શ્રોફ રોડથી બહુમાળી ભવન અંદરના પાર્કિંગમાં યાત્રામાં આવનારને ઉતારી શાસ્ત્રી મેદાન ખાતે બસોને લઇ જઈ પાર્ક કરવાની રહેશે, યાત્રા પુરી થયા બાદ ત્યાથી જ માણસોને બસમાં બેસડવાના રહેશે, આર.કે. યુનીવર્સીટી, આત્મીય યુનર્વસીટી, સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાંથી તેમજ કાલાવાડ રોડ પરની સ્કુલોના વિદ્યાર્થીઓને લાવનાર બસો કિશાનપરા ચોક ખાતે યાત્રામાં આવનારને ઉતારી ધર્મેદ્રસિંહજી(ડી.એચ) કોલેજ બસ લઇ જઈ પાર્ક કરવાની રહેશે અને યાત્રા પુરી થયા બાદ ધર્મેદ્રસિંહજી (ડી.એચ) કોલેજથી જ માણસોને બસમાં બેસડવાના રહશે, તામમ ટુ વ્હિકલ નહેરૂ ઉદ્યાન, બાલભવન મેઇન ગેઇટથી આર્ટ ગેલેરી સુધીના રોડ ઉપર તેમજ રેસકોર્ષ મેળા ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરવાના રહશે.
તામમ ફોર વ્હિલ બહુમાળી ભવનના પાર્કીગ તથા રેસકોર્ષના એથલેટીકસ આસપાસ વિસ્તારમાં પાર્ક કરવાના રહેશે, ઉપરોકત ગ્રાઉન્ડ ફૂલ થયા બાદના વાહનોને ચૌધરી હાઈસ્કુલ ખાતે પાર્ક કરવાના રહશે તેમ જણાવી શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે.