સમિટમાં ભાગ લેવા લોકો ઉમટી પડ્યા: જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનવા ઉદ્યોગપતિઓની હાંકલ: રોજગારીની તકો વિસ્તરી: એન્જિનિયરીંગ ક્ષેત્રે વિદેશીઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો
ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ ૨૦૨૦માં ચાલુ વર્ષે યુવા ઉદ્યોગપતિઓનો દબદબો જોવા મળી રહ્યો છે. આજે અનેક લોકો સમીટમાં ઉમટી પડયા હતા. આ સમીટમાં જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનવાની હાકલ ઉદ્યોગપતિઓ દ્વારા થઈ છે. સમીટ દરમિયાન રોજગારીની તકો અનેકગણી વિસ્તરી ચૂકી છે. આજરોજ એફએમસીજી-ખાણીપીણીના સ્ટોલમાં ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત વિદેશી મુલાકાતીઓને એન્જીનીયરીંગ સેકટરના ઉત્પાદનોમાં વધુ રસ જણાય રહ્યો હતો. બીજી તરફ ચાલુ વર્ષે નવા ઉદ્યોગ સાહસો એટલે કે સ્ટાર્ટઅપનો દબદબો પાટીદાર સમીટમાં જોવા મળ્યો છે. મોટાભાગના ઉદ્યોગપતિઓએ આ સમીટને સફળ ગણાવી છે.
અહીં નોંધનીય છે કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ ૨૦૨૦નો પ્રારંભ કરાવ્યો હતો અને જ્ઞાન-વિજ્ઞાન તથા ટેકનોલોજીથી સજ્જ સમાજ શક્તિના નિર્માણનું કાર્ય સમીટના માધ્યમી કરી શકે તેવો ભાવ વ્યકત કર્યો હતો. તેમણે જોબ સીકર નહીં પરંતુ જોબ ગીવર બનવાની હાકલ કરી હતી. જે ખરા અર્થમાં સાર્થક થઈ રહી છે. ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર સમીટમાં ઉદ્યોગપતિઓ અને લોકો વચ્ચે વિવિધ મામલે સમજણનો સેતુ બંધાયો છે. વેપાર ઉદ્યોગ, રોજગાર ક્ષેત્રે આ સમીટ ખુબજ મહત્વનું સાબીત થઈ રહ્યું છે. સ્વરોજગાર માટે સમીટી પ્રોત્સાહન મળે છે. યુવાનોને રોજગારી સર્જન માટે સમીટના કારણે અનેક પ્રકારની તકો ઉભી થઈ છે. આ ઉપરાંત વિવિધ બ્રાન્ડને વૈશ્વિક ફલક પર પહોંચાડવા માટે પણ સમીટ ઉપયોગી બની ચૂકયું છે. સમીટમાં વિવિધ ક્ષેત્રના ઉત્પાદક એકમોના પ્રતિનિધિઓ હાજર રહ્યાં છે અને સમીટી મળી રહેલા પ્રતિસાદ અંગે હાશકારો અનુભવ્યો છે.
સ્પર્ધાત્મક યુગમાં બ્રાન્ડીંગ અને માર્કેટીંગ ખુબ જરૂરી: જીતેન્દ્ર કીરિયા
શ્યામ ગ્રુપ ઓફ આર્ટના ફાઉન્ડર જીતેન્દ્ર કીરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં નાનેથી લઈ મોટી તમામ કંપનીઓને એક ઉચ્ચસ્તરે પહોંચવાની ભાવના તેમજ લાગણી હોય છે. તેમની પ્રોડકટ્સની ગુણવત્તા ખુબ સારી હોવા છતાં પણ તેઓ ધારેલા લક્ષ્યાક સુધી પહોંચી શકતા નથી તો જેના કારણે કંપનીનો સકસેસ રેશીયો ખુબ નીચો રહે છે ત્યારે શ્યામ ગ્રુપ ઓફ આર્ટ દ્વારા તમામ એસએમઈને મજબૂત બ્રાન્ડીંગ પોર્ટફોલીયો આપવામાં આવે છે. હાલના સ્પર્ધાત્મક યુગમાં પ્રોડકટનું બ્રાન્ડીંગ તેમજ માર્કેટીંગ ખુબજ જરૂરી છે. ત્યારે અમે વિવિધ પ્લેટફોર્મના માધ્યમી અનેકવિધ બ્રાન્ડીંગ ઓપશન્સ આપીએ છીએ અને એસએમઈના લક્ષ્યાક સુધી પહોંચવામાં મદદરૂપ થઈએ છીએ. શ્યામ ગ્રુપ ઓફ આર્ટ ગત ૧૫ વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. જેના સને લોકોને એક અનુભવી બ્રાન્ડીંગનો લાભ મળે છે. આવનારા સમયમાં સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં બ્રાન્ડીંગ ક્ષેત્રે ખુબ મોટી ક્રાંતિ આવશે તેવી અમને આશા છે.
ગ્રેનોલા એ હેલ્થી ન્યુટ્રીશીયન બ્રેકફાસ્ટ છે: દીપ ત્રિવેદી
જીપીબીએસમાં ભાગ લેવા પહોંચેલા ફીટ એન્ડ ફલેકસ કંપનીના જનરલ મેનેજર દીપ ત્રિવેદીએ ‘અબતક’ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, હાલ અમે ગ્રેનોલા નામની પ્રોડકટ લઈને અહીંયા પહોંચ્યા છીએ. ગ્રેનોલા એ હેલ્થી ન્યુટ્રીશીયન બ્રેકફાસ્ટ છે. જે આજના યુગમાં સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. ભાગદોડના યુગમાં માનવી પોતે જ પોતાનું ધ્યાન રાખી શકતા નથી. જેથી અનેક પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડે છે. ગ્રેનોલા ફૂડ વાપરવાથી શરીરને જોઈતા તમામ ન્યુટ્રીશન મળી રહે છે. તેમજ આ પ્રોડકટ સમગ્ર ગુજરાતમાં સરળતાી મળી રહે છે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, આ પ્રોડકટની બનાવટમાં સાચા ફળોનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી તેની કોઈ પણ જાતની આડઅસર થતી નથી. તેમજ હરહંમેશ માટે ઉપયોગી રહે છે. આ તકે તેમણે કહ્યું હતું કે, જીપીબીએસ યુવાન ઉદ્યોગ સાહસીકો માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બની રહેશે. અમે પ્રથમવાર સમીટમાં ભાગ લઈ રહ્યાં છીએ. તેમ છતાં પણ અમને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગોપીન ફાર્મા પ્રોડકટ્સ સંપૂર્ણપણે આયુર્વેદ આધારિત: અમીત સંઘાણી
ગોપીન ફાર્મા પ્રા.લી.ના સીઈઓ અમીત સંઘાણીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓ સમીટ ખાતે ફાર્મા પ્રોડકટ્સ તેમજ કોસ્મેટીંક પ્રોડકટ્સ લઈને આવ્યા છે. આજના સમયમાં લોકોને તેમની ત્વચા વિશે તેમજ શરીરે વિશે જાગૃત થવાની જરૂર છે. હાલ આપણે બ્યુટી પ્રોડકટ તરીકે જે પ્રોડકટનો ઉપયોગ કરીએ છીએ. તેમાં ભારે પ્રમાણમાં સલ્ફર જોવા મળે છે. જે માનવ ત્વચા માટે ખુબજ હાનીકારક છે. પરંતુ ગોપીન ફાર્મા અને એનએલડી કોસ્મેટીક સંપૂર્ણપર્ણે આયુર્વેદ પર આધારિત બ્યુટી પ્રોકડટકસ તેમજ દવાઓ બજારમાં મુકી રહી છે. આ પ્રોડકટના માધ્યમી અમે લોકોને તેમના શરીર વિશે જાગૃત કરી રહ્યાં છીએ. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, અમારી ૪૦ જેટલી પ્રોડકટ્સ હાલ બજારમાં ખૂબ ધુમ મચાવી રહી છે. લોકો અમારા પ્રયત્ન કી જાગૃત થઈ રહ્યાં છે. જેમની અમને ખુશી છે અને આગામી દિવસોમાં પણ આવી જ રીતે અમે જાગૃતતા લાવવા રહીશું. વધુમાં તેમણે કહ્યું હતું કે, ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનો જ્યારે ગુજરાત ખાતે આયોજન થઈ રહ્યું છે ત્યારે કહી શકાય કે, યુવાન ઉદ્યોગ સાહસીકો માટે આ એક સોનેરી તક છે. જેને ઝડપી લેવી અત્યંત જરૂરી છે.
અમારી કંપની એરકુલર ક્ષેત્રે નંબર-૧: વિપુલભાઈ ગાંધી
સિમ્ફોની એરકુલરના વિપુલ ગાંધીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્ષ ૧૯૮૮માં અમારી કંપનીની શરૂઆત અમદાવાદ ખાતેથી કરવામાં આવી હતી. ત્યારના સમયમાં ખુબજ ઘોંઘાટ કરતા લાકડાના એરકુલર બજારમાં વેંચાઈ રહ્યાં હતા ત્યારે અમે એસેમ્બલ એરકુલરની શરૂઆત કરી હતી. હાલ અમે વિશ્વના ૬૦ દેશોમાં કાર્યરત છીએ અને વર્લ્ડના નંબર-૧ એરકુલર કંપની તરીકે છવાયા છીએ. અમારી પાસે પર્સનલ કુલરી માંડી ડેઝર્ટ કુલર સુધીની રેન્જ ઉપલબ્ધ છે. આ તકે તેમણે જીપીબીએસ અંગે જણાવતા કહ્યું કહે, જીપીબીએસ ખાતે અમને બહોળો પ્રતિસાદ મળે છે. ગ્રાહક વર્ગી માંડી નવા સંબંધોનું નિર્માણ થાય છે. તેમજ જીપીબીએસના માધ્યમી નવા વિચારોનું આદાન પ્રદાન થાય છે જે ખુબજ મહત્વપૂર્ણ બાબત છે અને આજના યુવાનોને રોજગારી મળે તેવા હેતુથી શરૂ કરાયેલા આ સમીટમાં યુવાનો હોંશે-હોંશે ભાગ લઈ રહ્યાં છે.
નવયુવાનોને બિઝનેસ કઈ રીતે કરાય તે અંગે આ સમિટ માર્ગદર્શક બની: અરવિંદભાઈ પટેલ
મેપ ઓઈલના મેનેજીંગ ડિરેકટર અરવિંદ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાટીદાર બિઝનેશ સમીટ એક વૈશ્વિકસ્તરનું બિઝનેશ સમીટ છે. જેમાં વૈશ્વિકસ્તરના ૧૧૦ ઉદ્યોગપતિઓએ હોંશભેર ભાગ લીધો છે. આ સમીટ નવયુવાનોને મેનેજમેન્ટી માંડી બિઝનેશને કઈ રીતે સાચી દિશામાં ગ્રો અપાવવો તેના માટે માર્ગદર્શક બની રહ્યું છે. પાટીદાર સમાજની આ વૈશ્વિક સમીટમાં ઉદ્યોગ સાહસિકો ભાગ લઈને વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન કરી રહ્યાં છે. ત્યારે કહી શકાય કે, ભારતના અર્થતંત્રમાં એન્જીન સમાન ગુજરાત હવે રોજગારી ક્ષેત્રે પણ અમુલ્ય ફાળો આપી રહ્યું છે અને જીપીબીએસ જેવા બિઝનેશ સમીટ યુવાન ઉદ્યોગ સાહસીકો માટે મહત્વનું માધ્યમ બની રહ્યું છે.
અમે લોકોને સપનાનું ઘર આપવા માટે સતત પ્રયત્નશીલ: ધવલ વાવડીયા
અવધ ગ્રુપ ઓફ પ્રોજેકટના ધવલ વાવડીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં અવધ લકઝરીયર્સ લીવીંગ માટે પ્રખ્યાત છે. અવધ ગ્રુપ ઓફ પ્રોજેકટના અનેક પ્રોજેકટ ગુજરાતના વાપી, સુરત, રાજકોટ, અમદાવાદ જેવા શહેરોમાં કલબ હાઉસ તેમજ લકઝરીયર્સ ફલેટના પ્રોજેકટ કાર્યરત છે. લોકો એવું વિચારે છે કે, તેમનું સપનાનું ઘર તેમને હકીકતમાં મળે અને અમે લોકોને તેમનું સપનાનું ઘર આપવા માટે સતત પ્રયત્નશીલ છીએ. લોકોને તેમના ઘરમાં તમામ પ્રકારની સવલતો મળે તેવા ઉદ્દેશ્યથી અમારા પ્રોજેકટસ શરૂ કરવામાં આવે છે અને ખરા અર્થમાં લોકોને તેમના સપનાનું ઘર ‘સ્વર્ગ’ મળે તેવા પ્રોજેકટ અમે રજૂ કરતા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ લોકોને અમે આવા પ્રકારની ભેટ આપવા તત્પર રહીશું. ઉપરાંત તેમણે પાટીદારોની બિઝનેશ સમીટ વિશે કહ્યું હતું કે, આજના યુવાન ઉદ્યોગ સાહસીકો એક સ્ળે મળી એકબીજાના વિચારોનું આદાન પ્રદાન કરી શકીએ તેવા ઉદ્દેશ્યથી સમીટનું આયોજન કરવામાં આવ્યું છે અને ખરા અર્થમાં ઉદ્યોગ સાહસીકો અહીંથી નવા નવા ઉદ્યોગ ધંધાના વિચારો લઈ રહ્યાં છે જે તેમને ખુબ ઉપયોગી થશે.
અહીં ધાર્યા કરતા પણ સારો પ્રતિસાદ મળ્યો: મીહીરભાઈ ગજેરા
લક્ષ્મી હાઈટેક ગોંડલ મીહીર ગજેરાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલના યુવાનો નોકરી શોધવા માટે ટેવાયેલા હોય છે ત્યારે જીપીબીએસ આજના યુવાનોને વિપુલ પ્રમાણમાં રોજગારી આપે છે. અમે આ ત્રિદિવસીય સમીટમાં અનુભવ કર્યો છે કે, રોજગારીની અછત છે કેમ કે સમીટ ખાતે પણ યુવાનો અમને નોકરી માટે પુછપરછ કરતા હોય છે. તો આ સમસ્યાને નિવારવા જીપીબીએસ સતત પ્રયત્નશીલ છે. ઉપરાંત અમે અહીં નવા કલાઈન્ટસ ધંધાનો વ્યાપ વધારવા આવ્યા છીએ ત્યારે અમે અહીં ધાર્યા કરતા પણ વધુ પ્રતિસાદ મળી રહ્યો છે. એક ઉત્સાહનું મોજુ સમગ્ર સમીટમાં ફરી વળ્યું છે અને આવી સમીટ સતત યોજાય તેવી અમારી ઈચ્છા છે.
સૌરાષ્ટ્ર સહિત દેશ-પરદેશમાંથી મુલાકાતીઓ ઉમટી પડ્યા છે: ગોપાલ નમકીનના પ્રફુલભાઈ પટેલ
ગોપાલ નમકીનના પ્રફુલભાઈ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટ પાટીદાર સમાજના યુવાનોને પ્રોત્સાહન માટે સર્વશ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. યુવાનો સમીટમાં ભાગ લઈને નવા વિચારોનું આદાન-પ્રદાન કરી રહ્યાં છે. અમે તમામ ડોમની મુલાકાત લઈ રહ્યાં છીએ ત્યારે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે, લોકોમાં ઉત્સાહ છે તેમજ કંઈક નવું થવા જઈ રહ્યું છે. ફકત સૌરાષ્ટ્ર અને ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશી મુલાકાતીઓ સમીટ ખાતે ઉમટી પડ્યા છે. નાના વેપારીથી માંડી મોટા બિઝનેશમેન સુધીનો તમામ વર્ગ હોંશે હોંશે સમીટ ખાતે પોતાનું યોગદાન દઈ રહ્યાં છે. વિદેશી પણ પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજ માટે યોજાયેલા બિઝનેશ સમીટમાં પોતાનું યોગદાન આપવા ઉમટી રહ્યાં છે અને આ એક અલગ પ્રકારના માહોલનું સર્જન યું છે જે અવિસ્મરણીય છે.
યુવાનોની અપેક્ષામાં સમિટ ખરી ઉતરી: હાર્દિકભાઈ મણવર
ઉમા ટેકનો પેબના મેનેજીંગ ડિરેકટર હાર્દિક મણવરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીપીબીએસમાં જે યુવાનો ભાગ લઈ રહ્યાં છે. તેમનો ઉત્સાહ અવિસ્મરણીય અને અકલ્પનીય છે. યુવાનોમાં સમીટને લઈ એક ઉત્સાહ અને એક લાગણી છે. યુવાનોને આશા હતી કે તેમની રોજગારીથી માંડી ઉદ્યોગ-ધંધાનો વ્યાપ વધારવા આ સમીટ મદદરૂપ બનશે. યુવાનોને સમીટ પાસે જે અપેક્ષા હતી તેની ઉપર સમીટ સંપૂર્ણપણે ખરુ ઉતર્યું છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અમારી કંપની ફૂડ પ્રોસેસીંગ અને ફાર્મા ક્ષેત્રે કાર્યરત છે. લોકો પોતાના શરીરની કાળજી રાખે તેવા ઉદ્દેશ્યથી અમે બજારમાં ફૂડ પ્રોસેસીંગ તેમજ દવાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ. સમગ્ર ગુજરાતમાં અમારી દવાઓ સર્વ સ્તરના લોકો માટે ઉપયોગી છે.
રાજ્યમાં ડિપ્લોમા ઈન પેટ્રોલીયમનો કોર્ષ એક માત્ર સંકલચંદ યુનિવર્સિટીમાં જ થાય છે: શૈલેષભાઈ પટેલ
સંકલચંદ પટેલ યુનિવર્સિટીના શૈલેષ પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિસનગર ખાતે આવેલી આ યુનિવર્સિટી ડિપ્લોમાં ઈન પેટ્રોલીયમ કોર્સ ધરાવતી ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. સમગ્ર ભારતમાં આ પ્રકારની ફકત ત્રણ જ યુનિવર્સિટીઓ છે જે ડિપ્લોમાં ઈન પેટ્રોલીમ કોર્સનો અભ્યાસ કરાવે છે. યુનિવર્સિટી આ ઉપરાંત ઘણા ખરા એવા કોર્સ કરાવે છે જે યુવાનોમાં રસનો વિષય છે પરંતુ તેનો અભ્યાસ કોઈપણ યુનિવર્સિટી કરાવતી નથી. ત્યારે યુવાઓને રૂચી તેમનો વિષય બને તેવા ધ્યેય સાથે આ યુનિવર્સિટી કાર્યરત છે. તેમણે કહ્યું હતું કે, જીપીબીએસએ યુવાનોને રોજગારી મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે સતત પ્રયત્નશીલ છે. જો યુવાનો પાસે યોગ્ય શિક્ષણ હશે અને તેમનું શિક્ષણ જ તેમની રૂચી હશે તો તેઓ તેમના ક્ષેત્રમાં યોગ્ય પ્રદર્શન કરી શકશે અને તે કાર્ય સંકલચંદ પટેલ યુનિવર્સિટી કરી રહી છે.
સમિટી અમારી પ્રોડકટનું બ્રાન્ડીંગ આપો-આપ થયું: સવનભાઈ પટેલ
દાવત બેવરેજીસના સવન પટેલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જીપીબીએસમાં ભાગ લેવાના કારણે અમને સામાજિક તેમજ આર્થિક રીતે ખુબજ ફાયદો થઈ રહ્યો છે. અમારી આવનારી અનેકવિધ વર્લ્ડ કલાસ પ્રોકડ્કસ અમે સમીટ ખાતે રજૂ કરી રહ્યાં છીએ. જેનું બ્રાન્ડીંગ આપો આપ થઈ રહ્યું છે. લોકો અમારી પ્રોડકટ્સ વિશે અચુક જાણકારી મેળવી રહ્યાં છે. જીપીબીએસ સમીટ તમામ સહભાગીઓને ખુબજ ઉપયોગી સાબીત થઈ રહ્યું છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ બાબત છે કે, સામાજિક સ્તરે સમીટનું આયોજન થઈ રહ્યું છે અને તમામ ક્ષેત્રના તેમજ તમામ સમાજના યુવાનોને સમીટ ખુબજ મદદરૂપ બની રહ્યું છે.
અમારી કંપનીનું બોડી મસાજર શરીરના વિવિધ દુ:ખાવાને દવા વગર મટાડે છે: અનિલ સાવંત
ગ્લોબલ હેલ્ મેટના અનિલ સાવંતે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે સમીટ ખાતે બોડી મસાજર ઈક્વિપમેન્ટસ લઈને આવ્યા છીએ. લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થાય તે ખુબ જરૂરી છે ત્યારે અમે એ પ્રકારનું બોડી મસાજર લઈને આવ્યા છીએ જે સૌપ્રથમ માનવ શરીરને સ્કેન કરે છે. અને જે અંગને મસાજની જરૂર હોય તે જ અંગને મસાજ આપી સંપૂર્ણપર્ણે રીલેકશન આપે છે. શરીરને હળવું બનાવનાર આ મશીન ગુજરાતના તમામ મેટ્રો સીટીમાં સરળતાી ઉપલબ્ધ છે અને શરીરના વિવિધ દુ:ખાવાઓને દવા વગર મટાડવા માટે ખુબજ ઉપયોગી છે. આ ઉપરાંત અમે વિવિધ એકસરસાઈઝ મશીનોનું વેંચાણ કરીએ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને જીપીબીએસ ખાતે બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઉદ્યોગ સાહસીકોને આ પ્રકારના સમીટ તેમના ધંધાનો વ્યાપ વધારવામાં ખુબ મદદરૂપ બને છે.