Table of Contents

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગ (એમ.એસ.એમ.ઇ.) મંત્રાલયના સચિવ એસ. સી. એલ. દાસ આજી જી.આઈ.ડી.સી. પાસે
74 એકરમાં ફેલાયેલ એન.એસ.આઇ.સી. કેમ્પસ તેમજ રાજકોટ એન્જિનીયરિંગ એસોસિયેશનના ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર તથા કોમન ફેસિલિટેશન સેન્ટરની મુલાકાતે લીધી હતી. આ ઉપરાંત, સચિવ રાજકોટ સરદારબાગ અતિથિ ગૃહ ખાતે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો  સાથે બેઠકમાં પણ જોડાયા હતા.

કેન્દ્રીય એમ.એસ.એમ.ઈ. સચિવ દાસે આજી જી.આઇ.ડી.સી.ખાતેના એન.એસ.આઇ.સી.અને એન્જિનિયરિંગ એસો.ના  ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી

સચિવએ એન.ટી.એસ.સી. મુલાકાત દરમ્યાન મિટિંગમાં સ્ટાફ, ઉપલબ્ધ સુવિધાઓ, નાણાકીય બાબતો વિષે માહિતી પી.પી.ટી.નાં માધ્યમથી મેળવી સમીક્ષા કરી હતી. તેઓએ ટેકનિકલ ટેસ્ટિંગ સુવિધાઓના આધુનિકીકરણ, વિવિધ સરકારી સંસ્થાઓ તેમજ ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ. કરવા ઉપર ભાર મૂક્યો હતો. ઉપરાંત તેમણે ભવિષ્યની યોજનાઓ અને માર્કેટ સીનારિયો અને સ્થાનિક ઉદ્યોગોની જરૂરિયાતો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે નેશનલ સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનએ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગ(એમ.એસ.એમ.ઇ.)મંત્રાલય દ્વારા સ્થાપિત કંપની છે. જે સૂક્ષ્મ, લઘુ અને મઘ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી દેશભરમાં નિષ્ણાંત સ્ટાફ દ્વારા ચલાવાતા ટેકનિકલ સેન્ટર અને તાલીમ કેન્દ્રો ધરાવે છે. આ કંપની એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગોને માર્કેટિંગ, ટેકનોલોજી, ફાઇનાન્સ અને અન્ય સુવિધાઓ આપે છે.

રાજકોટમાં નેશનલ ટેકનિકલ સર્વિસિસ સેન્ટરઆજી ઔદ્યોગિક વિસ્તાર, જૂના પી.ટી.સી ગ્રાઉન્ડ, ભાવનગર રોડ ખાતે કાર્યરત છે. જ્યાં એન્જિન, મોટર, પંપ, મટીરીયલ ટેસ્ટિંગ માટેની બી.આઇ.એસ. સર્ટિફાઇડ ટેસ્ટિંગ લેબોરેટરી અને વિવિધ સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવતું તાલીમ કેન્દ્ર કાર્યરત છે. આ સેન્ટર દ્વારા સરકાર માન્ય એનર્જી ઓડિટ પણ કરવામાં આવે છે

આ મુલાકાતમાં એન.એસ.આઇ.સી. ટેકનિકલ સર્વિસ સેન્ટરના જનરલ મેનેજર અને એમ.ડી.  ઉપેન્દ્રકુમાર કોહલી, ચીફ મેનેજર પી.આર. ચાગંતી, મોહમ્મદ જાવેદ યુસુફ,  રવી પ્રકાશ વાળા, ધર્મેન્દ્ર રાજપૂત, ભારત સરકારના ગુજરાત રાજ્યના એમ.એસ.એમ.ઇ.ના ડેપ્યુટી ડાયરેક્ટર અને કાર્યાલય પ્રમુખ પી.એમ.સોલંકી, આસિસ્ટન્ટ ડાયરેકટરશ્રી સ્વાતી અગ્રવાલ,  તેમજ સેન્ટરના ઇજનેર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

સચિવ એસ. સી. એલ. દાસે રાજકોટ એન્જિનીયરિંગ એસોસિયેશનનાં ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટર અને કોમન ફેસિલિટેશન સેન્ટરની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે કેલીબરેશન લેબ, ટેસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટર, વિવિધ ટેસ્ટિંગ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ એસોસિયેશન ના પ્રમુખ સભ્યો સાથે મુલાકાત કરી હતી.

આ માટે કેન્દ્ર અને ગુજરાત સરકાર દ્વારા સેન્ટરને માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (ખજઊ-ઈઉઙ) હેઠળ અનુદાન આપવામાં આવે છે. રાજકોટ એન્જીનીયરીંગ એસો.ના સહયોગથી આ સેન્ટરમાં પમ્પસેટ, ઇન્ડક્શન મોટર, યાંત્રિક/ભૌતિક ગુણધર્મો અને ફેરસ, નોન-ફેરસ ધાતુઓ અને એલોયની રાસાયણિક રચના, મેટ્રોલોજી અને ઇન્સ્ટ્રુમેન્ટ કેલિબ્રેશનની વિશાળ શ્રેણીના પરીક્ષણ માટે ઉદ્યોગોને અદ્યતન અને શ્રેષ્ઠ સુવિધાઓ આપવામાં આવે છે.

ઉદ્યોગપતિઓ અને વેપાર ઉદ્યોગ મંડળ, ચેમ્બરના હોદેદારોને પણ મળ્યા

કેન્દ્રીય એમએસએમઈ સચિવે રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારો સાથે બેઠકમાં જોડાયા હતા. તેઓએ રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ઔધોગિક વિકાસની સંભાવનાઓ અને ઉધોગોને પ્રોત્સાહન માટે લાંબાગાળાની નીતિ અને ઉદ્યોગોની સ્થાનિક જરુરિયાતો અંગે માહિતી મેળવી ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી.સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી યોજનાઓનો તમામ ઉદ્યોગકારો સુધી પહોંચે  તેવા પ્રયત્નો  કરવા સચીવએ અપીલ કરી હતી.

રાજકોટ એસોસિએશન હોદ્દેદારો તેમજ ઉદ્યોગકારોએ “ઉદ્યમ” પોર્ટલમાં રાજકોટ પોર્ટલ પર વધુને વધુ લાભ મળે તે માટે તેમજ રાજકોટમાં અદ્યતન સુવિધાસજ્જ ક્ધવેન્શન સેન્ટર અને અમદાવાદની જેમ રાજકોટમાં પણ એમ.એસ.એમ.ઈ. ભવન બનાવવા રજૂઆત કરી હતી. આ તકે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહા મંડળના પરાગ તેજુરા, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ઉપેન મોદી, પ્લાસ્ટિક એસો.ના  જે કે પટેલ, ઉદ્યોગપતિ હંસરાજ ગજેરા, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના  પાર્થ ગણાત્રા, રાજકોટ એન્જિનિયર એસો.ના  વિનુભાઈ પટેલ,  ઈ. ઈ.પી.સીના  સમીર વૈષ્ણવ અને જિલ્લાના અન્ય અગ્રણી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટ ખાતે લઘુ અને મધ્યમ ઉદ્યોગના સચિવ સુભાષચંદ્ર દાસ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ રાજકોટના ખ્યાતના ઉદ્યોગકારો સાથે વાર્તાલાપ કર્યો હતો અને જણાવ્યું હતું કે સરકારની ઘણી એવી યોજનાઓ છે કે જેનો લાભ ઉદ્યોગકારો લઈ શકતા નથી તો બીજી તરફ ઉદ્યોગકારોએ પણ રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અત્યારે ઘણી ખરી એવી યોજના કે જે ઉદ્યોગ માટે જરૂરી છે તેને સરકારે બંધ કરી દીધી છે કા તો તેનો યોગ્ય લાભ ઉદ્યોગકારોને મળતો નથી. આ છે લઘુ અને મધ્યમ ઉદ્યોગોના સચિવ સમક્ષ રજૂ થયેલ વિવિધ માંગણીઓ.

  • પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન સ્કીમ હેઠળ જિલ્લામાં માત્ર 140 યુનિટ પૂરતું જ નહીં પરંતુ રાજકોટમાં તે આંકડો 500 થી વધુનો હોવો જોઈએ કારણ કે રાજકોટ ઉદ્યોગોનું હબ છે .
  • અને મનરેગા યોજના હાલ અમૃતભાઈ જોવા મળી રહી છે ત્યારે મનરેગા યોજનાનો લાભ જો લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મળે તો 50 થી 60 હજાર રોજગારીનું સર્જન થઈ શકે અને કંપનીને કોસ્ટમાં પણ ઘણો ખરો ઘટાડો થાય.
  • લઘુ અને મધ્યમ ઉદ્યોગો ના ઘણા ખરા કેશો પડતર રહેલા છે ત્યારે રાજકોટમાં જો લોકપાલ કચેરી ઊભી કરવામાં આવે તો આ પડતર કેસોનું નિવારણ ખૂબ ઝડપથી થઈ શકે અને વ્યાપાર વૃદ્ધિ સરળ બની રહેશે.
  • લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સરકારે અનેકવિધ સબસીડી સ્કીમ શરૂ કરી હતી પરંતુ કોઈ પણ કારણોસર એ સ્કીમનો લાભ બંધ કરી દેવામાં આવ્યો છે તેને પુન: શરૂ કરવામાં આવે તો આર્થિક રીતે ઉદ્યોગોને ઘણો લાભ મળતો રહેશે.
  • ઘણી ખરી આર્થિક સહાય ઉદ્યોગોને સરકાર આપી રહી છે પરંતુ ઘણી ખરી નિયત સમયમાં મળતી નથી અને ઉદ્યોગોએ નુકસાની વેઠવી પડે છે ત્યારે આ પરિસ્થિતિ માંથી ઉદ્યોગોને બહાર લાવવા માટે સરકારે મળતી સહાય ને નિયત સમયમાં મળે તેવું આયોજન કરવું અનિવાર્ય છે.
  • સીજીટી એમએસએમઈ યોજના હેઠળ બેંક ઉદ્યોગોને કોલેસ્ટ્રોલ સિક્યુરિટી લઈ ધિરાણ પૂરું પાડે છે એટલું જ નહીં બેન્કો દ્વારા ધિરાણ માટે અતિરેક ચાર્જ પણ વસૂલવામાં આવે છે જે ન થાય તે ખૂબ જરૂરી છે.
  • એક્ઝિબિશન કેન્દ્રોમાં સરકાર સ્ટોલ ધારકોને આર્થિક સહાય આપતી હોય છે ત્યારે આ અવધી અને લીમીટ 8 લાખ સુધી વધારવામાં આવે તેવી પણ રજૂઆત એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.
  • સ્કોટને ક્ધવેન્શનલ સેન્ટર મળશે પણ તેની સાથો સાથ એમ.એસ.એમ.ઇ ભવન મળે એ જરૂરી.
  • બીજી તરફ રાજકોટના લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમના માલ સામાનને વિદેશમાં પ્રમોશન કરી શકતા નથી જેને ધ્યાને લઈ આ પ્રકારના ઉદ્યોગકારોને વિશેષ આર્થિક સહાય જો આપવામાં આવે તો તેઓ વૈશ્વિક ફલક ઉપર તેમના માલસામાનને દેખાડી શકશે અને તેની મહત્વતા પણ સમજાવી શકશે અને ભારતનો નિકાસ પણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.