પિતાની કિડની નિષ્ફળ જતા પ્રેરણા મળી…
36 હૃદય દાનમાં મેળવ્યા બીજા ઘણા બધા અંગોનું દાન કરાવીને સંખ્યાબંધ લોકોને નવજીવન બક્ષ્યુું
સૂર્ય પુત્રી તાપી નદીના કિનારે વસેલું સૂરત …અનેકઉપનામોથી સુશોભિત છે…. સિલ્કસિટી, ટેક્ષટાઈલ અને ડાયમન્ડ સીટી તરીકે પણ ઓળખાતા સુરત શહેરને છેલ્લા થોડા સમયથી એક નવી ઓળખ મળી છે અને તે છે “ઓર્ગન ડોનર સીટી” તરીકેની………એની પાછળ છે એક ઉમદા વ્યક્તિત્વ દ્વારા સમાજ સેવાની નિસસ્વાર્થ ખેવના ……સોળ વર્ષની તપસ્યા અને એમની સાથે જોડાયેલી ટીમ ની સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના અને લગન……..
આવુ વ્યક્તિત્વ એટલે આ ટીમનું સફળ નેતૃત્વ કરનાર નિલેશ માંડલેવાલા…. નિલેશભાઈ એટલે સધર્ન ચેમ્બર ઓફ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરતના સફળ પ્રમુખ તરીકે સેવા આપનારતેમજ સમાજ સેવાનીઅનેક પ્રવૃતિઓમાં પણ તેઓ હંમેશા કાર્યરત રહ્યા. થોડાક વર્ષો પહેલાં તેઓ માત્ર એક ઉદ્યોગ સાહસિક… બિઝનેસમેન….. અથવા ચેમ્બર પ્રમુખ તરીકે ઓળખાતા હતા, પરંતુ એમની આ ઓળખ અધુરી ગણાય…. હવે તેઓ ઓર્ગન ડોનેશન એટલે અંગદાન માટેડોનેટ લાઈફના માધ્યમથી સંખ્યાબંધ લોકોના જીવનદાતાબની ગયા છે.
એક સક્ષમ ઉધોગપતિ માં એકાએક પરિવર્તન એ રીતે આવ્યુ કે ….. આ વાત 1997 ની છે….એમના પિતા ની કિડની નિષ્ફળ થતા વર્ષ 2004 થી તેઓનું નિયમિત પણે ડાયાલીસીસ કરાવવા જવું પડતું, આ દરિમયાન તેઓ કિડનીના અન્ય દર્દીઓ અને તેમના પરીવારની તકલીફોઅને દુ:ખથી નજરો નજર વાકેફ થયેલા …..આ બધું જોયા પછી તેમના જીવનમાં એક નવી ચેતના અને નવી દિશા પ્રાપ્ત થઈ…… અને એ હતી અંગદાન મેળવવાની પ્રવૃત્તિવર્ષ -2005 થી તેમણે સુરત શહેરમાં અંગદાન અંગે ઝુંબેશ ઉપાડી.
વર્ષ 2005 થી અંગદાનની જનજાગૃતિ માટે વન મેન આર્મી ની જેમ કાર્ય કરતા રહ્યા…. નિલેશભાઈએ વર્ષ 2014 માં શહેરના નામાંકિત મહાનુંભાવો તથા સ્વયંસેવકોના સહયોગથી “ડોનેટ લાઈફ “નામનીસંસ્થા ની સ્થાપના કરી.ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. તેનો મુખ્ય હેતુ સમાજમાં અંગદાન ની જાગૃતિ લાવવાનો અને બ્રેઇનડેડ વ્યક્તિના પરીવાર જનો ને સમજાવી અગદાન માટે તૈયાર કરાવીકિડની,લીવર, સ્વાદુપિંડ, હૃદય અને ફેફસા ના રોગોથી પીડાતી વ્યક્તિઓમાં દાનમાં મેળવેલ અંગો પ્રત્યારોપણ કરાવડાવી તેમને સ્વસ્થ્ય અને નવજીવન બક્ષવાનો મુખ્યહેતું…..બીજા દેશો ની સરખામણી એ આપણા દેશમાં ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ ખુબજ ઓછી તેના કારણોમાં અજ્ઞાનતા , જાગૃતિ નો અભાવ ધાર્મિક ગેર માન્યતાઓએ અને બીજું ઘણું બધું કારણભૂત હતું.
જ્યારેસોળ વર્ષ પહેલા એજ નિલેશભાઈને…… લોકોતરફથી નિરાશા,અપમાન, કેટલાક તો ગાળો પણ દેતા… હવે સમય બદલાયો તેઓને સામેથી આવકાર મળે છે એ પણ તેઓ ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ અને તેમની કૃપા માને છે….તેઓની સોળ વર્ષની તપસ્યા એમના એક જ દિશાના પ્રયત્નો એ લોક માનસમાં આંગદાન અંગે જાગૃતિ લાવી દીધી…
બ્રેઇનડેડ દર્દી ના પરીવાર નો સહયોગ અને સગાઓની સહમતી મળ્યા બાદ અંગપ્રાપ્તી તથા ત્યારબાદની પ્રક્રિયા પૂર્ણ કરવા ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા જઘઝઝઘ નો સંપર્ક કરવામાં આવે છે.ડોનેટ લાઈફ અંગદાતા તથા જઘઝઝઘ, છઘઝઝઘ – ગઘઝઝઘ વચ્ચે એક માધ્યમ નું કાર્ય કરે છે……
ગુજરાતમાં જે કેડેવરિક કિડની, લીવરઅને સ્વાદુપિંડ ના દાન થાય છે તેમાંથી 50%, હૃદય ના દાનના 73% અને ફેફસાના દાનના 83% દાન કરાવવાનું શ્રેય ડોનેટ લાઈફ સંસ્થા ને જાય છે, ગુજરાતમાં સૌપ્રથમ વખત હાડકાઓનું દાન કરાવવાનું શ્રેય પણ ડોનેટ લાઈફને ફાળે જાય છે.
ડોનેટ લાઈફ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત આંતરસિટી કેડરિક કિડની, આંતરરાજ્ય લીવર, હ્રદય અને ફેફસાનું દાન કરાવીને તેનું ટ્રાન્સપ્લાન્ટ દેશના વિવિધ શહેરો જેવાકે દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેંગ્લોર,કોલકત્તા,હૈદરાબાદ, ઇન્દોરઅનેઅમદાવાદમાં કરાવવામાં સફળતા મેળવી છે.
ગુજરાતમાંથી ઓગણપચાસ જેટલા હદયના અને ચોવીસ ફેફસાના દાન મેળવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અંગદાનમાં મહત્વનું સ્થાન મેળવ્યુ છે.સુરતથી દાનમાં મેળવવામાં આવેલા છત્રીસ હદય અને વીસ ફેફસા દેશના જુદા જુદા શહેરો જેવાકે દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગ્લોર, કોલકત્તા, હૈદરાબાદ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદઉપરાંત અંગદાન ક્ષેત્રેમાં સુરતે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સૂરતથી દાનમાં મેળવવામાં આવેલા હદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન,યુએઇઅને રશિયાના નાગરિકો અને ફેફસાનું દાન યુક્રેનના નાગરીકમાં મુંબઈ અને ચેન્નાઈની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
અંગદાનના કાર્યોમાં તેમણે આપેલ યોગદાનની નોંધ ગુજરાત સરકાર દ્વારા લઇ ઓર્ગન અનેટીસ્યુંપ્રત્યારોપણ માટેની રાજ્ય સલાહકાર સિમિતના સભ્ય તરીકે તેમની નિમણુંક કરી છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અંગદાનની વિગતો જોઈએ તો 406 કિડની, 171 લિવર, 8 પેન્ક્રીયાસ,36 હદય , 20 ફેફસાં અને 308 ચક્ષુદાન કુલ 949અંગો અને ટીસ્યુઓનું દાન મેળવી દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશના મળી કુલ 870 વ્યક્તિઓને નવજીવન અને નવી જીંદગી આપવામાં સફળતા મેળવી છે.