તદ્દન નવી ટેકનોલોજી અને અનુભવી સ્ટાફ દ્વારા લોકોના વંધ્યત્વને લગતા પ્રશ્ર્નોનું સચોટ નિરાકરણ
શહેરની નામાંકીત મનન હોસ્પિટલે સફળતાના શીખરો પાર કરી ૨૪ વર્ષ પૂર્ણ કર્યા છે. અહીં તદન નવી ટેકનોલોજી અને અનુભવી સ્ટાફ સો મળીને લોકોના વંધ્યત્વને લગત પ્રશ્ર્નોનો નિવારણ આપવામાં આવે છે. નિ:સંતાન દંપતી માટે આઈવીએફ આશિર્વાદ સમાન માનવામાં આવે છે.
ડો.નીતિન લાલ એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે. પહેલાના સમયમાં વંધ્યત્વને લઈને લોકોને ઘણી બધી સમસ્યાઓ હતી. આ અંગે વિચાર બાદ ૧૦૦૫માં તેવોએ આઈવીએફની ટ્રેનીંગ ચાલુ કરેલ અને ૨૦૦૭માં તેઓનું આઈવીએફ સેન્ટર શરૂ થઈ ગયું. મનન હોસ્પિટલ ૧૯૯૫ થી શરૂ કરવામાં આવી છે.
વધુમાં જણાવ્યું કે, શરૂઆતમાં તેઓને થોડી અણચણ આવી પરંતુ યોગ્ય કાઉન્સેલીંગ અને લોકોને રિઝલ્ટ આપ્યા બાદ વધુ સરળ બની ગયું. સાથો સાથ જણાવ્યું કે, રૂરલ એરિયામાં એવું જોવા મળે છે કે, નિ:સંતાનપણુ એક કલંક છે અને તેના માટે થી જ જવાબદાર છે. પરંતુ આ માન્યતા તદન ખોટી છે. હાલમાં આઈવીએફ સેન્ટર દિન પ્રતિદિન વધતા જાય છે. તેનું કારણ આજની લાઈફ સ્ટાઈલ છે. લોકો કેરિયર બનાવવામાં એટલો સમય લગાડે છે કે જે યોગ્ય ગર્ભાવસ્યાનો સમય છે તે સમય સચવાતો ની. મોબાઈલ, પ્રદુષણ, ખાણીપીણી આ પણ નિ:સંતાન પણા માટે જવાબદાર કારણે છે. ખાસ કરીને અમુક લોકો અલગ અલગ પ્રયત્નો કર્યા બાદ છેલ્લે આઈવીએફ કરાવે છે તો આવા લોકોએ યોગ્ય સમયે ટ્રિટમેન્ટ કરાવવી જોઈએ. સાથો સાથ પોતાની આગામી તૈયારી વિશે જણાવ્યું કે, જાન્યુઆરીમાં તેવો અમદાવાદમાં એક સેન્ટર ચાલુ કર્યું છે. આ ઉપરાંત આગામી દિવસોમાં બરોડામાં પણ એક સેન્ટર ચાલુ કરવા જઈ રહ્યાં છે. વધુમાં સૌરાષ્ટ્ર કચ્છનું સૌથી પહેલુ પ્રીડિલેોસ્કોપી મશીન વસાવ્યું છે. સાથો સાથ તેઓને ઈનિફર્ટિલીટીની નેશનલ સંસ એટલે ઈશાનની પણ માન્યતા મળી ગઈ છે. આ ઉપરાંત ઘણી બધી નવી ટેક. સો ટીમ કાર્ય કરી રહી છે. આઈવીએફએ કોઈ ખર્ચાળ ટ્રિટમેન્ટ ની. લોકોએ સમયસર ટ્રિટમેન્ટ લઈ લેવી જોઈએ.