માણાવદર તાલુકાના સણોસરા , જાંબુડા અને રોણકી ગામની પ્રાથમિક શાળામાં શાળા-પ્રવેશોત્સવ યોજાયો
માણાવદર તાલુકાના જાંબુડા ,રોણકી અને સણોસરા ખાતે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.સી મહિડાએ ધોરણ ૧ ના પ્રવેશપાત્ર બાળકો અને આંગણવાડીના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો .
આ પ્રસંગે મહિડાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં બાળકોનું સો ટકા નામાંકન થાય અને ગુજરાતનું ભવિષ્ય એવા બાળકો સમાજના શ્રેષ્ઠ નાગરિક બને તે માટે શ્રેષ્ઠ પ્રયાસ સાથે શાળામાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયાકેળવણી મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. તેઓએ વાલીઓને પણ બાળકોના શિક્ષણ માટે સજાગ રહેવા અને નિયમિત શાળાની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.
શિક્ષણ એ સમાજની શ્રેષ્ઠ સેવા છે અને આ સેવાને એક કર્તવ્યની ભાવનાથી પરીપૂર્ણ કરવા શિક્ષકોને જણાવ્યું હતુ. સણોસરા પે.સેન્ટર શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગામના સરપંચ માધવજીભાઈ રાઠોડ ઉપ સરપંચ હરસુખભાઇ વાછાણી અને શાળાના આચાર્ય કાંતીલાલ વાડોલીયા તેમજ વાલીઓ ,શિક્ષકો મધ્યાન ભોજન ના સંચાલકો, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા