દેશભરમાં જીએસટી ના ભારે વિરોધ વચ્ચે મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ના કાયદાને સહર્ષ સ્વીકારી લીધો છે,જીએસટીની અમ્લવારીને લઇ ગઈકાલે મળેલી જનરલ મિટિંગમાં ૭૦૦ ની કેપેસિટી વાળો મીટીંગ હોલ ટૂંકો પડતા ૧૦૦ જેટલા

સભ્યો સતત અઢી કલાક સુધી ઉભા રહી જીએસટી કાયદા અંગે ની મીટીંગ માં ભાગ લીધો હતો.મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ કે.જી.કુંડારીયા જણાવ્યા મુજબ મોરબી સીરેમીકસ એસો. ની  જીએસટીની અમલવારી માટે જનરલ મીટીંગ રાખવામા આવી હતી. જેમાં વિશાળ હાજરીથી ૭૦૦ મેમ્બરો હાજર રહયા હતાં. જગ્યા નાની પડવાથી ૧૦૦ મેમ્બરોએ અઢી કલાક ઉભા રહીને મીટીંગમાં ભાગ લીધો હતો.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જીએસટી ની અમલવારીને લઇ મળેલી આ પ્રથમ બેઠક માં આ હાજરી એસો.ના મેમ્મબરોની જીએસટી ને સ્વીકારવાની મક્કમ નીર્ધારનું પ્રતિક છે. દરેક મેમ્બર જીએસટીને ટેક્સ અને આર્થિક રીફોમઁ તરીકે સહર્ષ સ્વીકારે છે.

દરમિયાન આ બેઠકમાં અલગ વક્તાઓએ  મનનીય વક્તવ્ય આપીને જીએસટી વિષે વિશદ છણાવટ કરી હતી. આ મીટીંગમા પ્રમખશ્રીઓ કે. જી. કુંડારીયા, નિલેશ જેતપરીયા , પ્રફુલભાઈ દેત્રોજા હાજરી માહિતી આપીને મેમ્બરોને તેમની શંકાનું સમાધાન કરીયુ હતું.

જીએસટી અંગેની આ મહત્વપૂર્ણ બેઠકમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોની સાથે-સાથે  હીંમતનગર સિરામિક ઉધોગ ના પ્રમુખ મણીભાઈ તેમજ  ૨૦ ઉદ્યોગપતિ ઓ પણ  હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.