વહેલી સવારથી મતદારોની લાંબી કતારો લાગી: યુવા મતદારોથી લઈ વરીષ્ઠ મતદારોએ દેશના ભાવી નિર્ધારમાં યોગદાન આપ્યું
લોકશાહીનાં મહાપર્વમાં ત્રીજા તબકકામાં ૧૪ રાજયોમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં ગુજરાતમાં મતદારોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શહેરનાં આગેવાનો, વરીષ્ઠ મતદારો, યુવા મતદારો, મહિલાઓ અને પુરુષો વહેલી સવારથી મતદાન માટે મતદાન કેન્દ્રએ લાંબી કતારમાં લાગ્યા હતા અને ઉમંગભેર આ ચુંટણીનાં પર્વમાં જોડાયા હતા. વહેલી સવારથી જ મતદારોનો ખુબ જ ઘસારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન મોદી પણ મતદાન કરવા પહોંચ્યા હતા તો રાજકોટનાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મુખ્યમંત્રી વિજયભાઈ પાણી, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરા સહિતના શહેરી આગેવાનો મતદાન મથકે પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા હતા અને સૌરાષ્ટ્રભરમાં મતદાન પર્વને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
૧૫ હજારથી વધુની લીડ મળશે :અરવિંદ રૈયાણી
અબતક સાથેની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતુ કે દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મતદાન છે. ૨૦૧૭ વિધાનસભા પણ મને જંગી લીડથી લોકોએ જીત અપાવી હતી તેમણે વિશ્ર્વાસ દર્શાવતા કહ્યું કે લોકો ઉપર અમને ભરોસો છે. કે દેશની જનતા ભાજપને બહુમતી સાથે મતદાન કરી મોદીજીને જીતાવશે અને હર્ષની લાગણી અનુભવી છીએ. આ વખતે પણ મોદીજીને ધ્યાનમાં લઈ લોકો ૬૦ ટકાથી વધુ મતદાન કરશે. આ વર્ષે ૧૫ હજારની લીડ મળે તેવી શકયતાઓ છે.
નિર્ણાયક સરકાર બનાવવા યુવા મતદારો ઉત્સુક :ધનસુખ ભંડેરી
અબતક સાથેની વાતચીતમાં ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતુ કે, મતદારોને ખૂબ ધન્યવાદ, સાચી રાષ્ટ્રવાદી સરકાર રાષ્ટ્રનિર્માણ અને વિકાસની દિશામાં મતદાન થઈ રહ્યું છે. દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર અને ગુજરાતમાં વિ.પાણીની સરકાર છેવાળાના માનવી સુધી સેવા પહોચાડી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસ કરતી સરકાર જંગી બહુમતીથી જીતશે નિર્ણાયક સરકાર બનાવવા યુવા મતદારોનો ઉત્સાહ છે. સૌરાષ્ટ્ર, રાજકોટ, ગુજરાતભરમાં જંગી બહુમતી આવશે.
રાજકીય સ્વાર્થ કરનાર લોકો ખૂલા પડયા જીત સત્યની થશે: ગોવિંદ પટેલ
અબતક સાથેની વાતચીતમાં ગોવિંદ પટેલે જણાવ્યું હતુ કે,૨૦૧૪ની ચૂંટણીમાં મોદી પ્રધાનમંત્રી બન્યા હતા. ગત ૫ વર્ષોમાં વડાપ્રધાને કરેલા કાર્યોથી વિશ્ર્વભરમાં ભારતનો વિકાસ કર્યો છે. સવારથી જે લાંબી લાઈનો લાગે છે એ મોદીને જીતાડવા માટે છે. રાજકીય સ્વાર્થ કરનાર લોકો ખૂલ્લા પડી ચૂકયા છે સમાજ પણ સમજી ચૂકયો છે. ખૂબજ સા મતદાન રહેશે ૬૦ થી ૬૨ ટકા મતદાન થશે સમગ્ર દેશની પાર્ટીઓનું મૂલ્યાંકન કરી ભારતની ડોર કોના હાથમાં સોંપવી કેટલો વિકાસ થશે તે દિશા નકકી કરી લોકોને મતદાન કરવાની અપીલ
સીનીયર સીટીઝનોએ દેશની સ્થિતિ અને ત્યારબાદનો વિકાસ જોયો છે: બિનાબેન આચાર્ય
અબતક સાથેની વાતચીતમાં બીનાબેન આચાર્યએ જણાવ્યું હતુ કે મતદાન પવિત્ર છે દેશ માટે લોકોએ સારો આવકાર સાથે સ્વૈચ્છાએ લાંબી લાઈનો લાગી તે સાબીત કરી દીધુ છે ભારતમાં યુવાધન, વિકાસ, યુવાનોને મળતી તકોને લઈ કરી રહ્યા છે. સીનીયર સીટીઝનોએ દેશની સ્થિતિ જોઈ જ છે. છેલ્લા પાંચ વર્ષમાં વરિષ્ઠોએ જેટલા વિકાસ અને ફેરફારો જોયા છે. માટે દેશની સૂરક્ષા માટે વરિષ્ઠ મતદારોનો વિશેષ ઘસારો જોવા મળી રહ્યા છે.
અબતક સાથેની વાતચીતમાં લલીત કગથરાએ જણાવ્યું હતુ કે લોકશાહીના મતાધીકારનો ઉપયોગ કર્યો છે. રાજકોટથી કોંગ્રેસ જ જીતશે ગુજરાતમાં ૧૭ સીટો મળશે
લોકોનો આક્રોશ મતદાનના પરિણામમાં દર્શાશે: સુરેશ બથવાર
અબતક સાથેની વાતચીતમાં પ્રદેશ કોંગ્રેસના સુરેશ બથવારે જણાવ્યું કે ૨૦૧૪માં મોદીએ લોકોને યુવાનોને સપના દેખાડયા હતા,ભ્રષ્ટાચાર , દાઉદ, કલમ ૩૭૦, એક માથાની સામે ૧૦ માથા કાપવાની વાત કરી દેશભરને ખોટા સપના દેખાડી લોકોને અંજાવી દીધા હતા આ વખતે તેઓ નિષ્ફળ ગયા છે. નોટબંધી વખતે સામાન્ય વર્ગ લાંબી લાઈનોમાં લાગ્યો હતો પરંતુ કોઈ ડિગ્નીટી દેખાયા? ધર્મ યુધ્ધ ચાલી રહ્યું છે જેમાં એક તરફ સત્ય, બીજી તરફ અસત્ય છે. પાંચ વર્ષમાં લોકો, ખેડુતો, બેરોજગારો થાકી ચૂકયા છે. લઘુ ઉદ્યોગો મૃતપાય થયા છે. એટલે લોકોનો આક્રોશ મતદાનના પરિણામમાં દર્શાવાશે શહેરી વિસ્તારમાં આશરે ૫૦ ટકા, ગ્રામ્ય વિસ્તારમાં ૭૦ ટકા જેટલુ મતદાન થશે અને તે પણ ભાજપ વિરોધી જ થશે.