15મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણી અંતર્ગત જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટરની દીવાલ ઉપર ભીતચિત્રો દોરી, લોકોને જાગૃત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આશરે 20 થી 25  બાળકો દ્વારા પોલીસ હેડ કવાર્ટરની દીવાલ ઉપર નવજાગુતિનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો.

મુખ્યમંત્રીના કાર્યક્રમને લઈને જૂનાગઢ રેંજના ડીઆઈજી  મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાની પોલોસને સતર્ક કરી, ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી તેમજ લોકોને જાગૃત કરવા પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જૂનાગઢના જાણીતા ચિત્રકાર દીપેન જોશી, ધર્મેશભાઈ પરમાર, એફ એમ રેડીઓ જૂનાગઢના આર.જે. અજયના સહયોગથી પોલીસ હેડ કવાર્ટરની દીવાલ ઉપર ભીતચિત્રો દોરી, ટ્રાફિક નિયમોના પાલન, મહિલા સશક્તિકરણ, સાયબર ફ્રોડ, કોરોના બાબતે સાવચેતી આપતા ચિત્રો દ્વારા લોકોને જાગૃત કરવા પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આશરે 20 થી 25 બાળકો દ્વારા પોલીસ હેડ કવાર્ટરની દીવાલ ઉપર ચિત્રો દોરી, જૂનાગઢ વાસીઓને જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જે અભિનંદનને પાત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.