કોરોનાના બે વર્ષના પ્રતિબંધ બાદ યોજાનારી યાત્રાની તડામાર તૈયારીઓ
રાષ્ટ્રીય સ્વાભિમાન અને ધર્મ અનુરાગ સાથે સંકળાયેલી બાબા બુઢા અમરનાથ યાત્રા બે વર્ષ પછી યોજાવાની છે ત્યારે તૈયારીઓ તડામાર થઈ રહી છે અબતક ની મુલાકાતે આવેલા અને યાત્રાના વિઝન સાથે સંકળાયેલા વિશ્વ હિન્દુ પરિષદના અશોકસિંહ ડોડીયા, મનોજભાઈ ડોડીયા, હેમલભાઈ ગોહેલ, નાનજીભાઈસાખ, વિનું ભાઈ ટીલાવત,પરેશભાઈ રાવલ,હરેશ ભાઈ ચોહાણ, આગેવાનોએ આ યાત્રા અંગે જણાવ્યું હતું કે દર વર્ષે બજરંગ દળ અનેવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમ્મુ કાશ્મીર અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંતુ બે વર્ષથી કોરોના ના કારણે યાત્રા બંધ હતી આ વર્ષે 2022જુલાઈ મહિનામાં બજરંગ દળના અવાજથી સમગ્ર ભારત ભરના યાત્રાળુઓ દાદાના દર્શને જશે, રાજકોટના ભગવતીપરામાં28 મેં જુલાઈએ યાત્રા નું ઉદ્ઘાટન કરવામાં આવશે જેમાં સૌરાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક જોધપુર રાજસ્થાન ના યાત્રાળુઓની ઉપસ્થિતિમાં પ્રથમ ટુકડી રવાના થશે,
યાત્રાના પ્રારંભના સમાચાર મળતા જ ભાવિકોમાં ભારે ઉત્સાહ ઉભો થયો છે અને રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે 26મી જુલાઇએ પ્રથમ ટુકડી 27 ની એ બીજી ટુકડી રાજકોટ થી જમ્મુ રવાના જવા રવાના થશે
રાજકોટના યાત્રાળુઓ માટે યાત્રા 6 દિવસમાં પૂર્ણ થશે યાત્રા પૂરી કર્યા બાદ જમુના રઘુનાથ મંદિર રામેશ્વર મહાદેવ મંદિર જાંબુવંત ગુફા તાપી નદી બાહુ માતાજીનું મંદિર બાદજમ્મુ થી વૈષ્ણોદેવી અમૃતસર વાઘા બોર્ડર મારફત યાત્રાળુઓ યાત્રા કરી શકશે
અમરનાથ યાત્રાની કથા
અમરનાથ યાત્રા હવે દિવસેને દિવસે વધુ ને વધુ લોકપ્રિય બનતી જાય છે ત્યારે તેના મૂળમાં રહેલી કેટલીક પૌરાણિક કથાઓમાં મહાન પુલતશ્યઋષિ દર વર્ષે બાબા અમરનાથના દર્શન કરવા કાશ્મીર જતા હતા, પરંતુઅતિવુદ્ધ અવસ્થાના કારણે દર્શને ન જઈ શક્યા તો બાબા પોતે હીમ સ્વરૂપ સ્વયંભૂ પ્રગટ થઈને ઋષિને તપોભૂમિ રાજપુર પુલત્સ્ય નદીના કિનારે દર્શન આપ્યા.. બીજી કથામાંલોરેન ઘાટીની મહારાણી ચંદ્રિકા જે ભગવાનના અનન્ય ભક્ત હતા એ પણ બાબા અમરનાથના દર્શન થતા હતા જ્યારે યાત્રા ની પરિસ્થિતિ પ્રતિકૂળ બનતા મહારાણી ઉદાસ બની ગયા હતા ને વ્રત કર્યું અને અમરનાથ બાબાના જાપ કરવા લાગ્યા તપસ્યામાં લીન મહારાણી ને એક વૃદ્ધ સાધુ તેના હાથમાં છડી હતી, તેને દર્શન આપ્યા અને કહ્યું કે હું તને બાબા ના દર્શન કરાવીશ અને મહારાણીને બતાવ્યું કે ઘાટીના અઢી કોષનીચે નદીના તટ પર અમરનાથ મહાદેવ ના દર્શન થઈ શકે છે મહારાણીએ એ સ્થાન પર સમાધિ લગાવી અને હીમસ્વરૂપમાં ભગવાન શંકર દર્શન આપ્યા તે જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યાંથી સફેદ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થઈ ત્યારથી તે પવિત્ર સ્થળ બુઢા અમરનાથ બાબાના ના નામથી પ્રસિદ્ધ છે..
બાબા અમરનાથ યાત્રાનો માર્ગ
વિશ્વભરના શિવ ભક્તો માટે અનન્ય એવી બાબા અમરનાથ યાત્રા ના દર્શન માટે જમમુ થી સુંદરવાન થી રાજોરી સુરણ કોટથી પુંચ્છ થઈને યાત્રા કરી શકાય છે રાજ પૂરા જમ્મુથી ઉત્તર-પશ્ચિમ 290કિલોમીટર દૂર પૂછુંજિલ્લામાં તાલુકાના રાજપુરા ગામ માં આવેલ છે આ સ્થાને પર્વતમાળાઓ અને ઉછળતી કુદતી પુલસ્ત્ય નદીના કિનારે આવેલું છે ફરતે સુંદર મનોરમ્ય પર્વતમાળાઓ આવેલી છે ત્યાં હર ઘડી શીતલ પવન વહેતો રહે છે