તાલુકા અને જિલ્લા કક્ષા સહિતની સત્તા મંડળો મનોરંજન કર વસુલી શકશે
ગુજરાત ધારાસભામાં ગુજરાત લોકલ ઓોરીટી લોનું બીલ સર્વાનુમતે પસાર યું હતું. આ બીલ પસાર તા હવે સનિક સત્તા મંડળો પાસે મનોરંજન કર વસુલવાની સત્તા આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે કહ્યું હતું કે, અત્યાર સુધી મનોરંજન કર ગુજરાત એન્ટરટેઈનમેન્ટ ટેકસ એકટ ૧૯૭૭ હેઠળ રાજય સરકાર દ્વારા વસુલવામાં આવતો હતો. જેમાં સુધારો કરીને હવે સનિક સત્તા મંડળને મનોરંજન કર વસુલવાની સત્તા આપવામાં આવી છે. આ નિર્ણયી સરકારની કામગીરીનું ભારણ ઓછુ શે અને કરની વસુલાતમાં પણ ઘણા ફાયદા મળી રહેશે.
આ માટે વિધાનસભામાં જૂના કાયદામાં ફેરફાર કરીને તેની જગ્યાએ નવી જોગવાઈઓ લાદવામાં આવી છે. ખાસ કરીને ટૂંક સમયમાં જીએસટીની અમલવારી વાની હોવાી મનોરંજન કર બાબતે કોઈ વિસંગતતા ન રહે અને તમામ કામગીરી સરળતાી પાર પડે તે માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. મનોરંજન કર વસુલવાની સનિક કક્ષાએ સત્તા આપવામાં આવતા હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સહિતના નાના-નાના ગ્રામ્ય કક્ષાના સરકારી મંડળો પણ મનોરંજન કર વસુલી શકશે. દા.ત. ખંઢેરી સ્ટેડિયમમાં રમાતી ક્રિકેટ મેચના કરની વસુલાત રાજકોટી ાય છે પરંતુ ખરેખર આ સ્ટેડિયમ ખંઢેરી ગામમાં આવે છે તો હવે સનિક કક્ષાએી જ તેનો કર વસુલવાની સત્તા મળી રહેશે.
આ બીલમાં પંચાયત, મ્યુનિસિપાલીટી તેમજ ગ્રામ્ય અને જિલ્લા કક્ષાના મંડળોને કરની વસુલાત માટે છુટ આપવામાં આવી હોવાનું નીતિન પટેલ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે. આ નિર્ણયી હવે જિલ્લા કક્ષાએ આવતી કચેરીઓના ભારણમાં ઘટાડો શે અને મનોરંજન કરના વસુલાતનો દર પણ ઉંચો જાય તેવી આશા દર્શાવવામાં આવી રહી છે.