ડિજિટલ હાઇટેક યુગમાં ભકતોને ભગવાન સાથે જોડવાનો સોમનાથ ટ્રસ્ટ દ્વારા અનેરો પ્રયાસ
2020ના કોરોના કાળમાં સોમનાથ-ગુજરાત સહિત દેશભરના દેવ મંદિરો દર્શનાર્થીઓ અને પુજન વિધી કરાવનારાઓ માટે જયારે પ્રવેશ બંધ નિયંત્રણ હતા.ત્યારે સોમનાથ ટ્રસ્ટે ભાવિકોની લાગણી શ્રઘ્ધા તથા ભકતો ભગવાન સાથે જોડાઇ જ રહે તે માટે તા. 5-5-20 ના રોજ ‘ઇ’ સંકલ્પ પુજવિધીનો પ્રારંભ કર્યો જે હવે કાયમી સ્વરુપે કાર્યરત છે અને આજ પ મેએ ત્રીજા વરસમાં પ્રવેશે છે.
આ માટે દર્શન સાથેની પુજા વિધિનો લાભ વર્ચયુઅલ લાભ લઇ શકે તે માટે ઓનલાઇન પુજાવિધી નોંધાવનાર ભકતોને વોટસએપ એપ ગુગલ ડયુઓ મારફત વીડીયો કોલીંગથી સોમનાથ મંદિરમાં પુજા વિધી-ઇ સંકલ્પ કરાવી ભગવાન સાથે જોડાવાનો અનેરો પ્રયાસ છે.
જે માટે ટ્રસ્ટના તે નંબર ઉપર સંપર્ક કરી ચોકકસ સમય ફાળવાય છે અને પુજન વિધિ મંદિર ખાતે શરુ થાય છે અને ભાવિક દુર સુદુર પોતાના ગામે પોતાના ઘેરે સુચવેલા પુજા સમગ્રી સાથે બેસે છે. અને વીડીયો કોલીંગથી અહીં થતી પુજા અને ભાવિક તેને અનુસરી પૂજા સામેલ થઇ આશીર્વાદ મેળવે છે.
આવી-ઇ સંકલ્પ પુજાવિધીમાં સ્વગસ્થ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ફિલ્મ સંગીત અને રંંગભૂમિના કલાકારો ગાયકો ભાગ લઇ ચૂકેલા છે. દર્શન પુજા વિધિનો લાભ લઇ શકે તે માટે ઓનલાઇન પુજા વિધી નોંધાવનાર ભકતોને વોટસએપ અને ગુગલ ડયુઓ એપ્લીકેશન મારફત વિડીયો કોલીંગથી સોમનાથ મંદિરમાં પૂજા વિધિનો ઇ-સંકલ્પ કરાવી ભગવાનથી જોડવાનો અનેરો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ માટે પુજાવિધિ નોંધાવનારનો સંપર્ક કરી ચોકકસ સમય નકકી કરીને વીડીયો કોલીંગથી ઇ-સંકલ્પ કરાવવામાં આવે છે વધુ માહીતી માટે મો. નઁ. 94282 14823, 94282 14915 પર સંપર્ક કરવો.