પ્રસાર ભારતી અને ડીટુએમ નેટવર્કમાં લાઇવ પ્રસારણની મંજુરી આપવા કરાઇ માંગ
દેશનો મોટાભાગનો વર્ગ જયારે પેઇડ ટેલીવિઝન ચેનલની સુવિધા અને ખાનગી ચેનલોનો માઘ્યમ અપનાવી શકે તેમ નથી. ત્યારે રાષ્ટ્રહિતમાં ખેલકુદ જેવા કાર્યક્રમો ને પ્રસાર ભારતી ધારાી ૨૦૦૭ (સ્પોર્ટસ એટક અન્વયે ખેલકુદનું પ્રસારણ કરવા માટેની જોગવાઇ કરવા કાયદામાં સુધારો કરવાની જોગવાઇ કરવામાં આવી છે.આ જાહેર હિતની અરજીમાં માંગ કરવામાં આવે છે કે પ્રસાર ભારતીના માઘ્યમથી કરવામાં આવતા ખેલકુદના જીવંત પ્રસારણો અને રાષ્ટ્રહિતના કાર્યક્રમો ડીટીએચ અને ડીડી ફ્રી ડીશમાં કરવામાં આવે માઘ્યમોનો ઉપયોગ અંતે ખાનગી ચેનલોમાં કરવામાં આવતા પ્રસારણો રાષ્ટ્રીય હિતમાં ખાનગી ધોરણે કરવામાં આવતા સ્પોર્ટસ વેતનો પ્રસારણ લોકો વિનામૂલ્યે જોઇ શકે તેવી વ્યવસ્થા કરવી જોઇએ.
કેન્દ્રીય યુવા અને ખેલકુદ વિભાગના મંત્રાલય દ્વારા વન ડે ઇન્ડીયા અને ટી ટવેન્ટીમાં મેચો, ઇન્ડીયન ટીમ દ્વારા ખેલવામાં આવે છે. તે સેમીફાઇનલ, ફાઇનલ, વર્લ્ડ કપ, આઇસીસી ચેમ્પીયન ટ્રોફી સમર ઓલ્મિ. એશીયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમન પ્રસારણ પેઇડ ચેનલોની જેમ ફ્રી ચેનલોમાં પણ કરવું જોઇએ.
દિલ્હી હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ પીઆઇએલમાં સ્પોર્ટસ એકટ સામે ઘણા મુદ્દે દાદ માંગવામાં આવી છે. જેમાં વર્તમાન સમયમાં સ્પોર્ટસ એકટ ભારતીય નાગરીકોને રાષ્ટ્રીયહિતમાં સ્પોર્ટસ ઇવેન્ટ વિનામૂલ્યે દેખાડવામાં નિષ્ફળ પુરવાર થઇ છે.
પ્રસાર ભારતી અને ડી ર એચ નેટવર્કમાં આવી પ્રસારણોની મજુરી આપવામાં આવતી નથી. કોર્ટમાં આ મુદો ઘણા લાંબા સમયથી પેન્ડીંગ પડયો છે જેનો તાત્કાલીક ઉકેલ ની માંગ કરવામાં આવી છે. ર.૧૭માં સુપ્રિમ કોર્ટે સ્પોર્ટસ એકનું સંશોધન કરવા જણાવ્યું હતું અને ૨૦૧૮ માં રાષ્ટ્રહિતમાં રમત ગમતના આવા કાર્યક્રમો પ્રસારભારતી અને દુરદર્શનની ડીડી ચેનલ, ડીડી સ્પોર્ટસ સુધી લઇ જવાની વ્યવસ્થા કરવાની હિમાયત કરી હતી. આ નવા સુચિત કાયદામાં પેઇડ ચેનલોની જેમ ક્રિકેટ અને ભારતીય સ્પોર્ટસની ઇવેન્ટ લોકોના ઘેર ઘેર સુધી પહોચે તે માટે જોગવાઇની માંગ કરવામાં આવી છે. સ્પોર્ટસ એકટમાં સુધારો કરીને આવા કાર્યક્રમો ફ્રે ચેનલોલીઝમાં લઇ જવાની માંગ કરવામાં આવી છે. અત્યારે મોબાઇલ વાયરલેસ ઇન્ટનેટ કનેકશનના યુગમાં સ્પોર્ટસ એકટમાં સુધારો કરીને પ્રસાર ભારતીમાં દરેક સ્પોર્ટસ ઇવેન્ટ પ્રસારણ કરવી જોઇએ તેવી માંગ ઉઠી છે.