તાજેતર માં અત્રે રાજકોટ ખાતે વિદ્યાનગર રોડ સ્થિત ડો ઠક્કર ની ઈએનટી એન્ડ ડેન્ટલ હોસ્પિટલમાં એક અનોખો કિસ્સો આવ્યો. મયુરભાઈ બારસિયા કે જેઓ રાજકોટ ના વતની છે તેમનો ૧૦ મહિના નો પુત્ર ભવ્ય બારસિયા સાત દિવસ અગાઉ તે ઘરે રમતા રમતા શીંગ નો દાણો ગળી ગયો હતો અને ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઉધરસ અને કફ થઇ જતા સ્થાનિક દવાઓ કરાવી હતી પરંતુ ફરક ન જણતા તેઓ ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કર ને બતાવતા અને સિટી સ્કેન કરાવતા માલુમ પડયું કે તેની શ્વાસનળીમાં ડાબી બાજુ છેક ફેફસા ની નજીક કંઈક ફસાયેલ હતું. ડો હિમાંશુ ઠક્કરે સંપૂર્ણ તપાસ કરી બાળકને ઓપરેશન થીએટરમાં લઇ દૂરબીન વડે ગણત્રી ની મિનિટો માંજ સાત દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો કાઢી આપી બાળકનો જીવ બચાવ્યો હતો.આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની ઉમર માત્ર ૧૦ મહીના જ હતી તેની શ્વાસનળી ખુબજ સાંકળી અને નાજુક હોય એવી પરિસ્થિતિમાં જો કોઈક વસ્તુ તેમાં ફસાય જાય ત્યારે પરિસ્થિતિ વધુ ગંભીર થઇ જાય છે. ડો હિમાંશુ ઠક્કરે ખુબજ કુનેહ પૂર્વક સફળતા થી દૂરબીન વડે ૭ દિવસ થી શ્વાસનળી માં ફસાયેલ શીંગદાણો દૂરબીન વડે કાઢી આપી બાળકને નવજીવન આપ્યું.આ તબક્કે દર્દીના પિતા મયુરભાઈ બારસિયા એ હૃદયપૂર્વક ડો ઠક્કર નો આભાર માન્યો હતો.
Trending
- ”ફણગાવેલા મગ’ ખાવાના 10 પ્રભાવશાળી સ્વાસ્થ્ય લાભો
- શું ભૂતનું પણ થાય છે મોત??
- ભારતના આ ગામમાં જોવા મળે છે સૌ પ્રથમ ઉગતા સૂર્યને
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને જીવનમાં નવા પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, તમારી પ્રતિભામાં વૃદ્ધિ થાય, કાર્યની સરાહના થાય, શુભ દિન.
- કાગડા પણ વેર લે..! નિષ્ણાતોએ કર્યો દાવો
- રોજ 100 સિગારેટ પીતા શાહરૂખ ખાને ધૂમ્રપાન છોડ્યું,જાણો દિવસમાં 1 સિગારેટ પીવાથી પણ શરીર પર શું અસર થાય
- ખિલજીનો હુમલો અને રાજકુમારીઓનો જૌહર ઈતિહાસ પણ કચ્છનો આ કિલ્લો ભૂલી ગયો
- શું તમે લીખ-જૂથી પરેશાન છો..?