અલગ અલગ વિષયમાં અને રોગ અંગે માહિતી આપી

ઑસ્ટ્રેલિયાની SBS રેડિયો ગુજરાતી ચેનલ  દ્વારા કાનની સંભાળ વિષે ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કરનો ખુબજ માહિતી સભર ખાસ ઇન્ટરવ્યૂ ઓસ્ટ્રેલિયામાં રેડિયો પોડકાસ્ટ થયો હતો.

અત્રે પ્રાપ્ત માહીતી મુજબ રાજકોટના જાણીતા ઈએનટી સર્જન ડો હિમાંશુ ઠક્કરે ઓસ્ટ્રેલિયા સ્થિત  SBS RADIO GUJRATIને એક ખાસ ઇન્ટરવ્યૂ આપેલ હતો જેમાં ઑસ્ટ્રેલિયામાં ઉનાળા દરમ્યાન કાનને લગતી સમસ્યાઓ અને કઈ રીતે કાનની સંભાળ લેવી તે વિશે ખુબજ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. જેમાં કાનમાં ક્યારેય કોઈ વસ્તુ નાખવી નહીં. સ્વીમીંગ કરતી વખતે ઈયર પ્લગ અને કાન ઢંકાય તેવી કેપ પહેરવી.

નિયમિત રીતે ડોક્ટર પાસે કાન તપાસ કરાવવી. દુખાવો થાય તો ડોક્ટરની સલાહ વિના ઈયર ડ્રોપ્સ વાપરવા નહીં. અમુક દવાઓની કાન અને શ્રવણ શક્તિ પર આડ અસર થતી હોય છે તેથી કોઈ પણ માંદગીમાં ડોક્ટરની સલાહ વિના દવા લેવી નહીં. વિ વિશે વિસ્તૃત માહીતિ આપેલ હતી. આ ઇન્ટરવ્યૂ સાંભળવા માટે લિંક http://www.sbs.com.au/gujarati

આ અગાઉ પણ ડો હિમાંશુ ઠક્કરના ઈન્ટરવ્યું ઑસ્ટ્રેલિયાની SBS  રેડિયો ચેનલ દ્વારા પોડકાસ્ટ કરવામાં આવ્યા છે જેમાં એલર્જી વિષે, મોટા અવાજથી થતી બહેરાશ વિષે, કાન નાક ગળામાં કંઈ ફસાય જાય તો શું કરવું ? વિ વિવિધ સમસ્યાઓ વિશે ખુબજ ઉપયોગી માહીતી સભર ઈન્ટરવ્યું ઓસ્ટ્રેલિયા ખાતે પોડકાસ્ટ થયેલ છે. જે રાજકોટ માટે ખુબજ ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.