વર્ષાઋતુ માં આપણે સૌપ્રથમ વાત કરીએ કાન ની સમસ્યા વિશે કાન ના રોગો જેવા કે કાન માંથી રસી આવવું ખંજવાળ આવવી, કાન માંથી પ્રવાહી નીકળવું, કાન માં દુખાવો થવો, સાંભવાની તકલીફ થવી. આ ઋતુ માં વધારે જોવા મળે છે જેનું મુખ્ય કારણ છે વરસાદ નું પાણી કાન માં જવું જેનાથી ઉપરોક્ત સમસ્યા થઈ શકે છે કેમ કે પાણી કાન માં જવાથી કાન માં ફૂગ ફંગસ થવાની શક્યતા વધી જાય છે જેના લીધે કાન માં રસી થવું. દુખાવો થવો કાન માં ભારે લાગવું અને કયારેક બહેરાશ પણ આવે છે .જે લોકોને કાન ના પડદા માં કાણા કે રસી આવતા હોય તેમણે વિષેશ ધ્યાન રાખવું ડાયાબિટીસ ના દર્દી ઓ ને પણ આ ઋતુમાં કાન માં ફંગસ ની સમસ્યા વધારે રહે છે.નાક ની શરદી પણ કાન ની તકલીફ માટે ખૂબજ કારણભૂત છે.
બીજું આ ઋતુ માં ભેજ નું પ્રમાણ વધારે હોવાથી શરદી ની સમસ્યા પણ ઉદભવે છે નાક માંથી પાણી પડવું વધારે પ્રમાણ માં છિકો આવવી નાક બંધ થઈ માથું દુખવું. સાઇનસ તથા અન્ય સમસ્યા ઓ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે.વાતાવરણ ની ઠંડક અને ભેજ મુખ્ય કારણ છે.ગળા ની સમસ્યા જેવી કે ગળા માં દુખાવો.સુકી ખાંસી અને ઉધરસ .કફ આવવો વિ સમસ્યા ઉદભવે છે.
ખાસ તકેદારી શું રાખવી? વરસાદ માં ના ભીંજાવવું. માથું તથા કાન વ્યવસ્થિત રીતે કવર કરવા જેથી કાન માં પાણી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવું. સામાન્ય શરદી ખાંસી માટે ઘરગથ્થુ ઉપાય માટે હળદર વાળું ગરમ દૂધ પીવું .ગરમ પાણી ના કોગળા કરવા .ગરમ પાણી ની નાસ લેવી.વધારે તકલીફ થાય તો તત્કાલિ ડોક્ટર ની સલાહ લેવી કાન માં કોઈ પણ જાત નું પ્રવાહી કે ટીપા નિષ્ણાત ડોક્ટર ની સલાહ વગર નાખવા નહીં.કાન માં ફંગસ કે રસી ની સફાઈ કાન નાક ગળા ના નિષ્ણાત ડોક્ટર પાસેજ કરાવવી તેમજ કોઈપણ જાતની દવાઓ ડોકટરની સલાહ વગર ન લેવી.