નાના બાળકો અવારનવાર રમતા રમતા કાંઈક ને કંઈક મોં મા નાખી દેતા હોય છે અને ત્યારબાદ કેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જાય છે તેવો જ એક કિસ્સો તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડૉ હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં નોંધાયો માધવ સરેસીયા નામ નું બાળક જેની ઉમર અઢી વર્ષ હતી ગામ ખેરડી બાળક ના પિતા કેતન ભાઈ ના જણાવ્યા મુજબ તેને છેલ્લા દોઢ મહિનાથી ઉધરસ અને કફ મટતો ન હતો અનેક ડોક્ટરો પાસે તપાસ કરાવી અને રિપોર્ટ કરાવ્યાં પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાં નો x ray કરવા મા આવ્યો.
તેમાં માલુમ પડયું કે બાળકની શ્વાસનળી મા જમણી બાજુ છેક ઊંડે ફેફસાં ની નજીક કાંઈક ફસાયેલ છે અને તેના જમણા ફેફસાં મા બિલ્કુલ હવા જતી ના હતી અને ફેફસાં મા ચેપ પણ લાગી ગયો હતો બાળક ને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને spo2 માત્ર 70% થઈ ગયું હતું અને ઓક્સિજન નું પ્રમાણ ખુબજ ઓછું થઈ ગયું હતું આવી ગંભીર પરિસ્થિતિમાં બાળકના વાલીઓ ને પૂછતાં ખબર પડી કે તે શું ગળી ગયુ છે અને ક્યારે કઈ મોઢા મા નાખ્યું છે તેના પિતા કેતન ભાઈ ના જણાવ્યા મુજબ તે આશરે દોઢ મહિના પહેલા પત્થર ગળી ગયો હતો.
આવી પરિસ્થિતિમાં બાળક ના વાલીઓ ને શ્વાસનળી મા દૂરબીનથી તપાસ કરવા માટે સમજાવી તુરંત ડૉ હિમાંશુ ઠક્કરે બાળકને ઓપરેશન માટે લઇ શ્વાસનળી મા દૂરબીન વડે તપાસ કરી. છેક ઊંડે ફસાયેલા ફોરેન બોડી પત્થર જે દોઢ મહિનાથી ફસાયેલુ હતું અને જે શ્વાસનળી ની દિવાલ સાથે ચોંટી ગયુ હતું અને આજુબાજુ કફ પણ હતો. સાથેજ શ્વાસનળીની દિવાલ પર સોજો પણ આવી ગયો હતો. જેને દૂરબીન વડે કાઢીને બાળક નો જીવ બચાવીયો હતો, આ ઓપરેશન ને બ્રોનકોસ્કોપિ કેવાય છે.
નાના બાળકોની શ્વાસનળી ખુબજ નાજુક અને સાંકળી હોય છે તેમાં માત્ર 3MM નું દૂરબીન ઉતારી ફસાયેલી વસ્તુને ગણતરીની મિનિટોમાં કાઢી આપવીએ ખૂબજ કુનેહ અને નિપુણતા માગીલે છે, આ કેસ ની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની નાની ઉંમર માત્ર અઢી વર્ષ અને પત્થર જેવી ધારદાર વસ્તુ જે શ્વાસનળી ની દિવાલને નુકસાન કરે અને કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે કેમ કે પત્થર શ્વાસનળી ની દિવાલ ચીરી નાખે તો જીવનું જોખમ થાય. બાળકના પિતા કેતન ભાઈના જણાવ્યા મુજબ આવું ગંભીર પરિણામ આવશે તેવી તેમને કલ્પના પણ ન હતી. ફસાયેલ વસ્તુ ખૂબજ ઊંડે શ્વાસનળીમા છેક ફેફસાં ની નજીક અને બાળકની હાલત અત્યંત ગંભીર હતી.
બાળકના જીવ નું જોખમ હતું અને આવી જૂની ફસાયેલ વસ્તુ શ્વાસનળી ની દિવાલ સાથે ચોંટી જાય અને કાઢતી વખતે પણ ખૂબજ ધ્યાન રાખવું પડે નહીં તો ફેફસાં અને શ્વાસનળીમાં ઇજા થઇ શકે તેમ હતી. આવી વિકટ પરિસ્થિતિ મા પણ કોઈ પણ જાતના કોમ્પ્લીકેશન વગર આવા અનેક ઓપરેશન કુનેહ પૂર્વક પાર પાડવા મા માહિર એવા ડૉ હિમાંશુ ઠક્કરે તેમની 22 વર્ષની કારકિર્દીમા અનેક સફળ ઓપરેશન કરી નાના નાના માસુમ બાળકોના જીવ બચાવ્યા છે ફરી એકવાર સફળ ઓપરેશન કરી એક માસુમ બાળકને નવજીવન આપ્યું હતુ.
ડૉ હિમાંશુ ઠક્કર ના જણાવ્યા મુજબ વાલીઓ માટે ખૂબજ ચેતવણી રૂપ કિસ્સો નાના બાળકો આવી કોઈ વસ્તુ મોંમા ન નાખી દે તેનું ધ્યાન રાખવું અને બાળકના પિતા કેતન ભાઈએ હ્રદય પૂર્વક ડૉ હિમાંશુ ઠક્કર નો આભાર માન્યો હતો, હોસ્પિટલ નું સરનામું ડૉ હિમાંશુ ઠક્કર ઈએન્ટી ડેન્ટલ હોસ્પિટલ 202 લાઇફ લાઇન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મોં 9106119038.