દર્શનાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરવી: નક્કી કરેલા સ્થળો પર જ વિસર્જન કરવા અને ઉલ્લાસભેર આનંદ માણવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો અનુરોધ
રાજકોટમાં જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઉજવણી બાદ હવે ગણેશજી ના પધરામણા કરવા માટે રંગીલા રાજકોટના લોકોએ ઉત્સાહભેર તૈયારીઓ શરૂ કરી છે. જન્માષ્ટમીના તહેવાર પર લોકોની સુરક્ષા અને કાયદા કાનુનની વ્યવસ્થામાં સરાહનીય કામગીરી બદલ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને પોલીસ અધિકારીઓની પ્રશંસા હજુ ખૂટી નથી ત્યારે ફરી એકવાર ગણેશજી સ્થાપના અને વિસર્જન સહિતની ઉજવણીના ભાગરૂપે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગણેશ ઉત્સવ પંડાલના આયોજકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવશે. જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા તમામ ગણેશજીની સ્થાપના પંડાલોમાં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ માટે સુવિધાઓ પૂરી પાડવાનું ટકોર કરવામાં આવશે.
આ સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે જન્માષ્ટમીની ઉત્સાહપેર ઉજવણી બાદ હવે ગણેશજીના આગમન માટે પણ શહેરીજનો આનંદ અને ઉલ્લાસથી તહેવાર માણે તેવી આશા વ્યક્ત કરી હતી. પરંતુ સાથે સાથે કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે અનેક સૂચનો પણ કર્યા હતા. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે ગણપતિની સ્થાપના દરમિયાન વગાડવામાં આવતા ડીજે માં કોઈપણ પ્રકારની ધાર્મિક લાગણી ન દુબઈ તેનું સચોટ પણે ધ્યાન રાખવું પડશે.
ગણેશજીના આગમન બાદ વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા સ્થળોએ જ ગણપતિની મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે. આ સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે કહ્યું હતું કે જે રીતે રાજકોટના લોકોએ જન્માષ્ટમીનો તહેવાર માણ્યો એ જ રીતે ગણેશજીનો તહેવાર પણ આનંદ ઉલ્લાસથી માણે તેવી આશા વ્યક્ત કરી હતી.