આકૃતિઓ-રંગોની ઓળખ, શારીરિક અને માનસિક સ્ફૂર્તિમાં વધારો કરતી વિવિધ પ્રવૃત્તિઓ
બાળકોના કલરવથી ગુંજી ઉઠતી રાજકોટ જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરીને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
‘ઉંમરે આંગણવાડી’ કાર્યક્રમ હેઠળ અઠવાડિયામાં અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ભૂલકાઓને બાળગીત, શરીરના અંગોની ઓળખ, ગાંધીજીનું ગીત અને વાર્તા, ચીજ-વસ્તુઓના નામ, છાપકામ કરાવવું, આંગણીથી એકથી દસની ગણતરી, વિવિધ આકારો જોડીને માણસની આકૃતિઓ બનાવવી, ત્રિકોણ અને લંબચોરસમાં રંગો પુરવા, લંગડીની રમત, ચિત્રમાં ખૂટતો શરીરનો ભાગ દોરવો, મુક રમત સહિતની પ્રવૃત્તિઓ કરાવવામાં આવી રહી છે. તેમ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ.વિભાગ દ્રારા જણાવવામાં આવ્યુ છે.