નેશનલ ન્યુઝ

પીએમ મોદીએ લક્ષદીપના દરિયામાં સ્નોર્ક્લિંગ કર્યું હતું . અતિ સુંદર બીચ પર મોર્નિંગ વોક સાથે હળવાશની પળો માણી હતી .

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ લક્ષદ્વીપની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ રાત્રી રોકાણ નયનરમ્ય ટાપુ પર કર્યો હતો. બુધવારે લક્ષદ્વીપથી પરત ફરતા પહેલા વડાપ્રધાન મોદીએ સ્થાનિક લોકોના પ્રેમ અને આશિર્વાદ બદલ આભાર માન્યો હતો.  મંગળવારે અગાત્તી અને બુધવારે કવારાત્તી ટાપુ પર જાહેરસભા સંબોધી હતી. લક્ષદ્વીપને આ દરમિયાન અનેક નવા વિકાસ કાર્યોની ભેટ પીએમ મોદીએ આપી હતી.

 દેશ અને દુનિયાના સૌથી સુંદર નયનરમ્ય ટાપુઓ પૈકીના લક્ષદ્વીપમાં વડાપ્રધાન મોદીએ રાત્રી રોકાણ કર્યુ હતુ. 2 જાન્યુઆરી એટલે કે મંગળવારે PM મોદી લક્ષદ્વીપ પહોંચ્યા હતા અને જ્યાં સ્થાનિક લોકો અને પ્રશાસક પ્રફુલ પટેલે ઉષ્માભેર સ્વાગત કર્યુ હતુ.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.