1973ના જાન્યુઆરી માસમાં થયેલા બરફવર્ષાનો રેકોર્ડ તૂટે તેવી શક્યતા !!!
ન્યુયોર્કમાં છેલ્લા 50 વર્ષથી હિમવર્ષા નથી થઈ ત્યારે હવામાન વિભાગ દવારા આગાહી કરવામાં આવી છે કે આજથી ન્યુયોર્કમાં લોકો બરફવર્ષાનો ‘આહલાદક’ અનુભવ માણી શકશે. ગત વર્ષ 1973ના જાન્યુઆરી માસમાં થયેલા બરફવર્ષાનો રેકોર્ડ પણ તૂટી જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આજે તો હિમવર્ષા થાય તો ન્યુયોર્ક નવો રેકોર્ડ સ્થાપિત કરશે.
હજી તરફ તજજ્ઞોનું માનવું છે કે પહેલા ન્યૂયોર્કમાં ડિસેમ્બર મધ્ય થી બરફ વર્ષા શરૂ થતી હતી પરંતુ વાતાવરણમાં બદલાવ આવવાની સાથે અને ગ્લોબલ વોર્મિંગના કારણે હવે આ સિલસિલો જાન્યુઆરીના એન્ડ સુધી પહોંચી ગયો છે ત્યારે જાન્યુઆરીના એન્ડ એટલે કે આજથી ન્યૂયોર્કમાં હિમવર્ષા શરૂ થાય તેવી શક્યતાઓ સેવામાં આવી રહી છે. એટલું જ નહીં તજજ્ઞનું માનવું છે કે સતત ત્રીજા વર્ષે નાની-નાની અસર હવામાનમાં જોવા મળી રહી છે અને શિયાળુ પણ સતત ઉતાર ચઢાવ જેવું રહ્યું છે.
ત્યારે બરફ વર્ષા કેટલા પ્રમાણમાં થશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી પરંતુ જો આજથી ન્યુયોર્કમાં હિમવર્ષા શરૂ થાય તો તે 1973 ના જાન્યુઆરી માસમાં થયેલા હિમવર્ષા ના રેકોર્ડને પણ તોડી નાખશે. અત્યાર સુધી શિયાળુમાં માત્ર 25 ઇંચ જેટલો જ બરફ ન્યુયોર્કમાં નોંધાયો છે જે દર વર્ષે 120 ઇંચ વાર્ષિક નોંધાતો હોય છે.