ઉત્તર ભારતના રાજ્યને બાદ કરતા દેશના અન્ય વિસ્તારોમાં શિયાળો સામાન્ય રહેશે
ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ વર્ષે શિયાળામાં કડકડતી ઠંડી નહીં પડે અને લોકોને ઠંડીથી ધ્રુજાવું નહીં પડે. ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં હવામાનનું લઘુતમ તાપમાન ઉત્તર ભારતના રાજ્યને બાદ કરતા દેશના અન્ય વિસ્તારોમાં શિયાળો સામાન્ય રહેશે. દ્વિપ કલ્પના કેટલાક પેટા વિભાગોમાં સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની સંભાવના છે. દર વર્ષની જેમ આ વર્ષે શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી નહીં પડે તેવી હવામાન વિભાગે આગાહી કરાઈ છે.
વધતા વૈશ્વિક તાપમાન વચ્ચે, ભારતીય હવામાન શાખા (આઇએમડી) એ શુક્રવારે આગાહી કરી છે કે આ વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન શિયાળામાં હવામાન પ્રમાણમાં ગરમ રહેશે. વિભાગે શુક્રવારે જારી કરેલી શિયાળાની આગાહીમાં જણાવ્યું છે કે, ડીજેએફ (ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી)માં હવામાનનું સરેરાશ લઘુત્તમ તાપમાન ભારતના ઉત્તરીય છેડા સિવાય દેશના મોટા ભાગના સરેરાશ લઘુત્તમ તાપમાન કરતા ગરમ રહે છે. શક્યતા છે.
ડિપાર્ટમેન્ટ ૨૦૧૬ થી દર વર્ષે શિયાળાની આગાહી કરે છે અને દર વખતે હવામાન પ્રમાણમાં ગરમ રહેવાની આગાહી કરી છે. વર્ષ ૨૦૧૮ એ વૈશ્વિક સ્તરે સૌથી ગરમ મોસમ હતું. હવામાન શાસ્ત્રીઓએ એમ પણ કહ્યું હતું કે ડિસેમ્બર ૨૦૧૯ થી ફેબ્રુઆરી ૨૦૨૦ સુધી કોર કોલ્ડ વેવ વિસ્તારોમાં સામાન્ય લઘુત્તમ તાપમાનની વધારે સંભાવના હોય છે.કોબ કોલ્ડ વેવ પ્રદેશોમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન. , ઉત્તર પ્રદેશ, ગુજરાત,મધ્યપ્રદેશ, છત્તીસગ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તેલંગાણા ઉપરાંત જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ, મરાઠાવાડા, વિદરભા, સૌરાષ્ટ્ર અને મધ્ય મહારાષ્ટ્રમાં ગ્લોબલ વોર્મિંગ શિયાળાના પ્રમાણમાં ગરમ હવામાનનું કારણ છે.
આઇએમડીએ આગાહી કરી છે કે મધ્ય અને દ્વીપકલ્પના ભારતના મોટાભાગના ભાગોમાં, એક ટકા કરતા પણ ઓછા વધારા સાથે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા પ્રમાણમાં વધુ ગરમ રહેશે. જો કે, મધ્ય ભારતના કેટલાક ભાગોમાં, સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની આગાહી કરવામાં આવે છે અને દ્વીપકલ્પના કેટલાક પેટા વિભાગોમાં તે સામાન્ય કરતા વધુ ગરમ રહેવાની સંભાવના છે.
લાલપુરમાં મધરાતે ૨.૨ની તીવ્રતાનો ભુકંપનો હળવો આંચકો અનુભવાયો
જામનગર જિલ્લાનાં લાલપુર પંથકમાં ગતરાત્રે ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ગત ચોમાસાની મોસમમાં સારા પ્રમાણમાં વરસાદ થયા પછી જામનગર જિલ્લાનાં કાલાવડ, લાલપુર પંથકમાં સમયાંતરે ભુકંપનાં હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે ગતરાત્રે ૧૨:૧૦ કલાકે લાલપુર પંથકમાં ૨.૨ રીકટર સ્કેલનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. અમુક ગ્રામજનોએ આ ભુકંપી આંચકો અનુભવ્યો હતો જોકે તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાની થવા પામી ન હતી.
નલીયાનું તાપમાન સિંગલ ડિજિટમાં
ગુજરાતમાં આખરે શિયાળાએ પ્રભુત્વ જમાવવાનું શરૂ કરી દીધું છે. નલીયામાં તાપમાન સિંગલ ડિજિટમાં પહોંચી ગયું છે અને રાજયભરમાં કાતિલ ઠંડીનો બોકાસો બોલાયો છે. આજ સાથે ગુજરાતમાં વર્તમાન સિઝનમાં તાપમાન ૧૦ ડિગ્રી નીચેથી ગયું હોય તેવું પ્રથમવાર બન્યું છે. નલીયામાં ૯ ડિગ્રી સાથે નવેમ્બરમાં ઠંડીએ રેકોર્ડ તોડયો છે. રાજકોટમાં પણ ગઈકાલ કરતા પારો ૧ ડિગ્રી જેટલો ગગડીને ૧૪.૫ ડિગ્રીએ પહોંચ્યો છે.
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતિલ ઠંડીનો દૌર શરૂ થયો છે.રાજકોટમાં ગઈકાલનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું હતું ત્યારે આજે પારો ગગડીને ૧૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મહતમ તાપમાન ૨૯ જેટલું નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને ૯ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. જુનાગઢમાં પણ તાપમાનનો પારો ગગડયો હતો અને લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજયમાં નલીયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલીયાનું લઘુતમ તાપમાન ૯.૯ ડિગ્રી અને મહતમ તાપમાન ૨૭.૯ ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ ૭૦ ટકા અને ૧૦ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો હતો. અમદાવાદમાં આ વખતે હજુ સુધી નવેમ્બર માસની સૌથી ઓછી ઠંડી નોંધાઈ છે જેમાં માત્ર એકવાર તાપમાન ૧૫ ડિગ્રી સુધી પહોંચ્યું છે. ગત વર્ષે ૧૮ નવેમ્બરનાં ૧૪.૨ ડિગ્રી, ૨૫ નવેમ્બર ૨૦૧૭નાં ૧૧.૬ ડિગ્રી, ૧૦ નવેમ્બર ૨૦૧૬નાં ૧૩.૧ ડિગ્રી સાથે સૌથી નીચુ તાપમાન નોંધાયું હતું જોકે આ વખતે અમદાવાદ હાલ ઠંડી વધે તેની સંભાવના હાલ નહિવત છે. ડિસેમ્બરનાં પ્રથમ સપ્તાહથી અમદાવાદ સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધી શકે છે.