મોટાથી લઇ નાના સૌ કોઇના મોઢામાં પાણી લાવે તેવી વાનગી એટલે ટેસ્ટી એન્ડ સ્પાઇસી પોટેટો. તો આવો ઘરે બનાવીએ આ વાનગી….
સામગ્રી :
બટેટા – ૫૦૦ ગ્રામ
મીઠુ – ૧/૪ ચમચી
તપકીર – ૨ મોટી ચમચી
તેલ – મોટી ૧/૨ ચમચી
ડુંગળી – ૫૦ ગ્રામ
લસણ – ૧ ચમચી પેસ્ટ
લીલુ મરચું – ૧ ચમચી પેસ્ટ
આદુ – ૧ મોટી ચમચી પેસ્ટ
શિમલ મિર્ચ – ૬૦ ગ્રામ
લાલ મરચું – ૧/૨ નાના ચમચી
સોયાસોસ – ૧/૨ નાની ચમચી
ખાંડ – ૨ નાની ચમચી
વિનેગાર – ૧/૨ નાના ચમચી
મીઠુ – ૧ નાની ચમચી
ચીલી સોસ – ૧ મોટી ચમચી
તેલ – તળવા માટે
બનાવવાની રીત :
બટેટાને લાંબી ચીપ્સમાં સુધારો, અને મોટા બાઉલમાં રાખી તેમાં મીઠુ સ્વાદ મુજબ, તપકીર નાખી સરખું મિક્ષ કરો. ત્યાર બાદ એક કડાઇમાં જરુર મુજબ તેલ નાખી ગરમ કરો અને બટેટાના મિશ્રણને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો.
આટલું કર્યા બાદ બીજી કડાઇમાં થોડુ તેલ ગરમ મુકો તેમાં લસણ, લીલુ મરચું આદુની પેસ્ટ ઉમેરો અને હલાવો. જેમાં ડુંગળી નાંખી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી પકાવો. પછી આ મિશ્રણમાં લાલ મરચુ, સોયા સોસ, ખાંડ, વિનેગાર, મીઠુ અને ચીલી સોસ નાંખી મિક્સ કરો. તેમાં તળેલાં બટેટા નાંખી ૨-૩ મીનીટ સુધી ચળવા દો. અને તૈયાર છે તમારા ટેસ્ટી એન્ડ સ્પાઇસી પોટેટો, જેને ખાવાની શિયાળા જેવી મજા કદાચ બીજી ઋતુમાં નહિં આવે.