ગૃહિણી દ્વારા ટેરેસ પર ઓર્ગેનિક ફાર્મ તૈયાર કરી ૧૦૦થી વધુ ઔષધી અને શાકભાજીનું થતું ઉત્પાદન
શાકભાજીના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે તેવામાં ટેરેસ ગાર્ડન શ્રેષ્ઠ વિકલ્પ માનવામાં આવે છે. શાકભાજી જ્યારે લોકોને શંકાસ્પદ જણાય જેમ કે તેમાં ડુપ્લીકેટ ખાતર, અનેકવિધ દવાઓ, ગંદુ પાણી સહિતની પરિસ્થિતિઓમાંથી પસાર થઈને ત્યારે વેચાય ત્યારે ઘરના જ શાકભાજી ઉપયોગ કરવાનું લોકોને વધુ પસંદ આવે છે .રાજકોટના અનેક ગૃહિણીઓ એ પોતાની આવડત પ્રમાણે પોતાના ટેરેસ પર જ ઔષધિ ગાર્ડન તેમજ શાકભાજી ઉઘાડી રહ્યા છે.
ડુંગળીના ભાવ દિવસેને દિવસે મહિલાઓને રડાવી રહ્યા છે ત્યારે જો ઘરમાં જ તમામ શાકભાજી ઉત્પાદન થાય તો ઘરના બજેટમાં પણ ઘણી રાહત થાય છે. લોકડાઉન ના છ મહિના નો સદુપયોગ કરી રાજકોટના ગૃહિણી જ્યોતિબેન ચૌહાણે પોતાના ટેરેસ પર જ ગાર્ડન તૈયાર કરીને તેમાં ૧૦૦ થી ઔષધિઓ અને જુદા જુદા શાકભાજીનું ઉત્પાદન લઇ રહ્યા છે. છેલ્લા છ મહિનાથી એક પણ વખત શાકભાજી લેવા માટે તેમના પરિવારને જવું નથી પડ્યું સાથે જ દરરોજ ઔષધિઓનો ઉકાળો પણ તેઓ જાતે જ તૈયાર કરીને આપી રહ્યા છે અને નિરોગી રહ્યા છે.
ટેલેન્ટ તમામ વ્યક્તિમાં હોય જ છે સમય આવ્યે તેનો સદુપયોગ કરવો જોઈએ: કેતકી રામાણી
જ્યોતિબેન ના પુત્રી કેતકીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મમ્મીની મહેનત જોઈને મને ગર્વ થાય છે ખૂબ જ સારી રીતે અમારા ફ્લેટના ટેરેસ પર ઓર્ગેનિક ફોર્મ તૈયાર કર્યું છે તમામ શાકભાજી પણ અહીંથી જ ઘરના ઉપયોગ માટે અહીં મળી રહે છે લોકડાઉન માં ઘરે બેઠા કંટાળ્યા હતા મમ્મી ને કંઈક નવું કરવાની પહેલેથી જ ધગસ રહેલી છે તેમની મહેનત આખરે રંગ લાવી. ભવિષ્યમાં મારા બાળકોને પણ આ રીતે જાતે જ મહેનતથી શાકભાજી અને ઔષધિઓ ઉગાડવા હું શીખવીશ.
છેલ્લા છ મહિનાથી બહારના શાકભાજી લેવાની જરૂર પડી જ નથી: જ્યોતિબેન ચૌહાણ
પોતાના ફ્લેટની અગાસી પર જ ઓર્ગેનિક ગાર્ડન તૈયાર કરનાર જ્યોતીબેન ચૌહાણે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉન માં સમય પસાર થતો નહોતો આખો દિવસ ટીવી જોઈ અને અન્ય સમયમાં વોકિંગ કરી છતાં પણ સમય પસાર થતો નહોતો મને ખેતી નો પહેલેથી જ શોખ છે જુદા-જુદા શાકભાજી ઉગાડવા મને ખૂબ જ ગમે છે હું ખાતર પણ જાતે જ બનાવું છું મેં વિચાર કર્યો કે મારા ફ્લેટના ટેરેસ પર જ હું એક ગાર્ડન તૈયાર કરી તેમાં જુદા જુદા શાકભાજી ઉગાડુ. હું ઈઝરાઈલ ગઈ હતી ત્યારે મેં નિહાળ્યું હતું કે ઓછા પાણીમાં કઈ રીતે ખેતી થઈ શકે અને શાકભાજીનું ઉત્પાદન કઈ રીતે લઈ શકાય એ જાણકારી દ્વારા મે મારા ઘરના ટેરેસ પર જ જુદા-જુદા શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું. શાકભાજીમાં ગલકા, ગીસોડા ,દુધી ,મેથી ,કોથમરી લીમડો ખૂબ જ સારી રીતે ઉત્પાદિત થઈ રહ્યા છે. જ્યારે સિઝનમાં ૮૦ રૂપિયા લીંબુના ભાવ હતા ત્યારે મારા છોડમાં ૧૦૦ જેટલા લીંબુ આવ્યા હતા છ મહિનામાં મારે ક્યારેય બહારથી શાકભાજી લાવવાની જરૂર નથી પડી. સમય નો પૂરેપૂરો સદુપયોગ કરવો જ જોઈએ દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ટેલેન્ટ છુપાયેલી હોય છે તેનો યોગ્ય સમયે ઉપયોગ કરવો જોઈએ. લોકોને વિનંતી કે તમારે તમારા ટેરેસ પર આ પ્રકારે શાકભાજી ઉત્પાદન મેળવવું હોય તો હું પૂરતો સહયોગ કરીશ. ઔષધિઓમાં ગળો, મીઠો લીમડો ,હળદર,અજમો ખુબજ સારી રીતે થઈ રહ્યા છે. કોરોના મહામારીમાં ગળો આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે. અમારા પોતાના જ ગાર્ડનમાંથી અમે ઉકાળો બનાવી દરરોજ પી રહ્યા છીએ. ઘરમાં એક સારું ગાર્ડન હોવાથી તમારા વિચારોમાં પોઝિટિવિટી ખૂબ જ સારી આવે છે.
ઘરની ઔષધિઓનો ઉકાળો દરરોજ પી રહ્યા છીએ અને બીમારીને ભગાવી રહ્યા છીએ: સેનભાઈ ચૌહાણ
અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારી પત્નિ જ્યોતિએ મને કહ્યું કે આપણે એક ઔષધિ નું ગાર્ડન આપણા ફ્લેટના ટેરેસ પર જ કરવું છે મેં તેને સાથ આપ્યો અને તેને ધગશ હતી અને આજે તેને કરી બતાવ્યું લગભગ છ મહિના થઇ ગયા અમે બહાર એ ક્યારેય શાકભાજી લેવા નીકળ્યા નથી. શાકભાજીના ઉત્પાદન માટે જે જે વસ્તુ જોઈતી હતી તે બધી મેં પૂરી પાડી આપણી જ ઉગાવેલી નેચરલ વસ્તુ ખાઇએ તેનો આનંદ જ કંઇક અલગ હોય છે.