જીયુવીએનએલ અને તેની સંલગ્ન છ કંપનીઓના ૪૮ હજાર વીજકર્મીઓને મળશે લાભ: અખિલ ગુજરાત કામદાર સંઘ દ્વારા છ માસથી કરવામાં આવતી રજુઆતોને મળી સફળતા: વીજ કંપનીઓ ઉપર વાર્ષિક રૂ.૨૭૬ કરોડનું વધારાનું ભારણ: ૧લી ઓગસ્ટથી કરાશે વધારાનો અમલ

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા છેલ્લા ૬ માસથી વીજ કર્મીઓને ૭મું પગારપંચ આપવા માટે સરકાર સમક્ષ અનેક રજુઆતો કરતુ હતું. અંતે આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વર્ગ ૧ થી ૪ના વીજકર્મીઓને ૭મું પગારપંચ મંજુર કરવામાં આવ્યું છે. જેનો લાભ ૪૮ હજાર વીજ કર્મીઓને મળશે.

જીયુવીએનએલ તથા તેની સલમ કંપનીઓના તમામ કર્મચારીઓને ૭માં પગારપંચ અંતર્ગત પગાર સુધારણા માટે  તથા તમામ કેડરના  વિદ્યુત સહાયકોને  પણ રાજયસરકારની જાહેરાતના અનુસંધાને તાત્કાલિક અસરથી તમામ લાભો આપવા છેલ્લા ૬ માસ કરતાવધુ સમયથી અખિલ ગુજરાત

વિદ્યુત કામદાર સંઘ દ્વારા જીયુવીએનએલ મેનેજમેન્ટના એનર્જી વિભાગ તથા નાણા વિભાગ ખાતે વારંવાર ‚બ‚ તથા લેખિત રજુઆતો કરી અને ચર્ચાઓ કરેલ છે જેને આજે સફળતા મળી છે.

જીયુવીએનએલના કર્મચારીઓની કાર્ય કુશળતા-ધગશ-મહેનતને રાજય સરકારની હુંફ મળ્યેથી તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન સમાન જયોતિગ્રામ યોજનાનું ભગીરથ કાર્ય તથા ૫૦ વર્ષ દરમિયાન હયાત નેટવર્કને સમાંતર નેટવર્ક કોઈપણ જાતની લાભની, નાણાકીય માંગણી કર્યા સિવાય ફકત દોઢ વર્ષના સમયમાં પૂર્ણ કરી દેશ-દુનિયામાં ગુજરાત સરકારનું નામ રોશન કરેલ છે તથા અત્યાર સુધી ૧૫૦ ઉપરાંત વિવિધ એવોર્ડ જીતી દેશભરમાં પ્રથમ સ્થાન સતત જાળવી રાખેલ છે. નરેન્દ્ર મોદી જયારે આપણા  રાજયના મુખ્યમંત્રી હતા ત્યારે    ગુજરાતમાં સૌપ્રથમ જીયુવીએનએલના વીજ કર્મચારીઓને ૬ઠ્ઠા પગારપંચ અંતર્ગત પગાર સુધારણાનો લાભ આપેલ હતો.  આવા કર્મચારીઓની પ્રશંસા દરેક પ્લેટફોર્મથી કરવામાં આવે છે તથા પૂર, ધરતીકંપ, વાવાઝોડા જેવી કુદરત અને માનવસર્જીત સમયે પણ પોતાના જીવ અને કુટુંબની પરવા કર્યા સિવાય વીજ કર્મચારીઓએ સત્વરે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરેલ છે. છેલ્લા એક માસમાં જ ૧૦ કર્મચારીઓ અને સહાયકોએ અકસ્માતનો ભોગ બની પ્રાણ ગુમાવ્યા છે છતાં ચાલુ વર્ષે પણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો ભારે વરસાદથી ત્રસ્ત હોવા છતાં સતત અવિરત વીજ પુરવઠો પુરો પાડવા દિવસ-રાત તથા કામના કલાકો જોયા સિવાય માથોડા ભાર પાણીવાળા વિસ્તારોમાં મેઈન્ટેનન્સની કાર્યવાહી કરી વીજ પુરવઠો પુરો પાડી સંસ્થાનું અને સરકારનું નામ ઉજાળ્યું છે.  અત્રે ઉલ્લેખનીય છે કે ઉર્જા વિકાસ નિગમ હેઠળ ૭ કંપની અને કુલ ૫૨ હજારનો સ્ટાફ કાર્યરત છે. જેમાનો ૩૫ હજારનો સ્ટાફ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના એડિશ્નલ સેક્રેટરી મહેશભાઈ દેસાણીના જણાવ્યા મુજબ કામદાર સંઘે આવતીકાલે સરકાર સામે લડત ચલાવવાનો પણ નિર્ણય લીધો હતો. આવતીકાલથી વીજકર્મીઓ વર્ક ટુ ‚લ મુજબ માત્ર ૭ કલાક જ ફરજ બજાવવાના હતા. આજે ૭માં પગારપંચની જાહેરાત થતા આ લડત રદ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.