વેકેશન શરૂ થતાં જ દરેકને તેના અલગ-અલગ પ્લાન હોય છે, તો કોઇ બજેટ પ્રમાણે ડેસ્ટીનેશન નક્કી કરતા હોય છે. તો બાળકોને મજા પણ આવે અને જ્ઞાન પણ મળી રહે તે ખૂબ જ મહત્વનું છે. ભારતમાં કેટલાક એવા સ્થળો છે જેને એડવેન્ચરની સાથે એક્સપ્લોર કરવાની મજા જ અલગ હોય છે, આવા જ સ્થળો વિશે આજે હું તમને જણાવીશ.
હરિ હરેશ્ર્વર
અહીં મુખ્ય બે મંદિરો આવેલા છે. જેમાં સૌથી પહેલાં નાના કાળભૈરવ અને ત્યાર બાદ મુખ્ય મંદિર દ્વારમાં પ્રવેશ કરી શિવલીંગની પુજા કરવાનું મહત્વ છે. આ સ્થળ પર્યટકો માટે એવરગ્રીન છે માટે સહેલાણીઓની ભીડ અહીં બારેમાસ હોય જ છે. હરિશ્ર્વરમાં તમે વેલાસ બીચ, બેન્કોત કિલો, વિક્ટોરીયા ફોટની મુલાકાત લઇ શકો છો.
તદોબા અન્ધારી ટાઇગર રિઝર્વ
તદોબા રિસર્વ મહારાષ્ટ્ર ચન્દ્રપુર જિલ્લામાં આવેલું છે. જે મહારાષ્ટ્રનું સૌથી મોટુ અને જૂનુ નેશનલ પાર્ક છે. ‘તદોબા’ ભગવાનનું નામ છે જે ત્યાંના આદિવાસી દ્વારા પૂજવામાં આવતા હતા. જેમનું મૃત્યુ વાઘ સાથે લડતા લડતા થયું હતું. તદોબા નેશનલ પાર્કમાં ૮૮ વાઘ છે. ૧૯૮૬માં આ નેશનલ પાર્કને બનાવવામાં આવ્યું હતું. આ નેશનલ ર્પાક જોવા અને જાણવા માટે ઉત્તમ સ્થળ છે.
તરકર્લી
મહારાષ્ટ્રના માલવાન તાલુકામાં તરકર્લી બીચ આવેલું છે અહીં જોવા લાયક સ્થળોમાં મહાપુરુષ મંદિર, વિઠ્ઠલ મંદિર, સંગમ, માલ્વાન માકેર્ટ, સ્કૂબા ડાયવિંગ, બોટીંગ પોઇન્ટ, રોક ગાર્ડન, કુન્કેશ્ર્વર મંદિર છે. તરકર્લી જવા માટે તમે માલ્વાનથી બસ કે રિક્ષામાં જઇ શકો છો.અહીં દર વર્ષે રામ નવમીની ધુમધામથી ઉજવણી કરવામાં આવે છે. જે સહેલાણીઓ માટે લ્હાવો છે.