મેઘ રાજા સૌરાષ્ટ્ર નું બારણું ખટખટાવા છે ત્યારે ખાલી ચાપળી ઊંધાયું થી કામ શું કામ ચલાવવું…? અત્યારે દાળ બાટી નો દબદબો રાજસ્થાન થી નીકળી ચારે કોર છવાઈ રહ્યો છે તો તમે શું કામ રહી જાવ. તો આજેજ બનાવો healthy અને at the same time tasty દાળ બાટી…
દાળ માટે
- 1 વાટકી મગની ફોતરાવેલી દાળ.
- 1 મૂઠી કાળી અડદ ની ફોતરાવેલી દાળ.
- આદું, મરચાં, લસણ ની પેસ્ટ .
- વાઘર પૂરતું તેલ
- 1 ચમચી હળદર.
- 1 ચમચી મરચું.
- મીઠું સ્વાદ પ્રમાણે
- ધાણાજીરું.
- 1 લીંબુ
- તેલ વળી લસણ ની લાલ ચટણી.
બાટી માટે
ભાખરી નો લોટ કરકરો (તેલ નું મોળ વધારે રાખવું).
બનાવવાની રીત….
- મગની ફોતરાવેલી દાળ , કાળી અડદ ની ફોતરવેલી દાળ 4 સિટી વગાડી બાફી લેવા.
- દાળ માં પાણી મૂકી જોઇયે એટલી પાતળી કરી લેવી.
- તેલ ગરમ કરી બનાવેલી આદું,મરચાં અને લસણ ની પેસ્ટ, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું નાખી વઘાર કરવો.
- મીઠું, ધાણાજીરું અને લીંબુ નાખી સ્વાદ પ્રમાણે મસાલો તૈયાર કરવો.
- દાળ નો મસાલો ઉકાળી જાય પછી તેમાં લસણ ની ચટણી 2 ચમચી જેટલી નાખવું.
બાટી માટે….
- ભાખરી નો કરકરો લોટ લઈ તેમાં ભાખરી કરતાં વધારે લોટ નાખવો.
- ભાખરી કરતાં લોટ થોડોક કડક બાંધવો.
- આ લોટ ના ગોળ ગોળ balls વારી ને તંદૂર માં સેકી લેવા ( જો તંદૂર ના હોય તો તેલ માં તરી પણ શકાઈ )
દાળ બાટી ચોળીને તેમાં ઘી લસણની ચટણી , લીંબુ અને પાપડ સાથે પીરસી માણો આ રેસિપીનો રાજેસ્થાની સ્વાદ.