ફેસ્ટી હોલીડેઝના ડાયરેકટર અભિનવ પટેલ સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા
લોકો વિદેશ ટુરની મોજ માણીને પરત ફરે ત્યાં સુધી સેલીબ્રેશન યુકત માહોલ આપવાનો અમારો પ્રયત્ન: અભિનવ પટેલ
ફેસ્ટી હોલીડીઝના ડાયરેકટર અભિનવ પટેલ સાથે ચાય પે ચર્ચામાં ફાર ઇસ્ટના દેશો અને ત્યાં આયોજીત થતા પેકેજ રુટની રોમાંચક જાણકારી વર્ણવી હતી. અભિનવે શરુઆતમાં જ જણાવ્યું હતું કે એમની ટેગ લાઇન જ ‘સેલીબ્રેટ ટ્રાવેલીંગ’છે. ગ્રાહક જયારે પહેલી વખત જ ઇન્કવાયરી લઇને આવે ત્યારથી શરુ કરીને પરત ફરે ત્યાં સુધી એમને એક પ્રકારનું સેલીબ્રેશન યુકત માહોલ આપવાનો જ અમારો મુખ્ય ઉદ્દેશ હોય છે.
જે રીતે લોકો દિવાળી, નવરાત્રી અને જન્માષ્ટમી જેવો તહેવારો સેલીબ્રેટ કરે છે. તેવા જ આનંદપૂર્ણ વાતાવરણમાં અમારુ ટુર પેકેજનું આયોજન કરવામાં આવે છે. પ્રવાસી ગ્રાહક પુરી ટુરને એન્જોય કરી શકે એવું સુખદ વાતાવરણ અમો પુરુ પાડીયે છીએ ખાસ કરીને સિંગાપુર, મલેશીયા, ઇન્ડોનેશીયા, થાઇલેન્ડ જેવા દેશોમાં વીથ ક્રુઝ અને વિઘાઉટ ક્રુઝના ટ્રુર પેકેજ યોજવામાં આવે છે.
ફાર ઇસ્ટનાં દેશોમાં ઓછા દિવસોમાં વધુ મોજ આવે છે. આઠ દસ દિવસનાં પેકેજમાં ફૂલ એન્જોયમેન્ટ મળે છે. આ પેકેજમાં ૧પ થી લઇને ૭૫ વર્ષ સુધીનાં લોકો પોતાની ઉંમરના પ્રમાણમાં આનંદ મેળવી શકે છે. એમ જણાવતા અભિનવે એમના આગામી ટુર પેકેજો અંગે વિગતો આપી હતી. જેમાં ખાસ કરીને મે મહિનામાં તારીખ ૮, ૧૫, ૧૯, ૨૪ અને ૩૧મીના દિવસોમાં સિંગાપુર- મલેશિયાના વીથ ક્રૂઝનું આયોજન થયું હોવાનું જણાવ્યું છે.
ક્રૂઝ વિશેના એક સવલાના જવાબમાં અભિનવે ક્રૂઝ વિશે વિશેષ ઉંડાણથી જાણકારી આપતા જણાવ્યું હતું કે ૧૮,૧૯ માસની ક્રૂઝમાં તમામ પ્રકારની લકઝરી સુવિધા હોય છે. જેમાં બે કે ત્રણ દિવસનું ટ્રાવેલીંગ કરાવવામાં આવે છે. ક્રૂઝમાં ૩૦ થી વધારે નાના મોટા રૈસ્ટોરન્ટ બાર હોય છે. ર૪ કલાક એન્ટરટેનમેન્ટ મળી રહે તેવું ભવ્ય આયોજન હોય છે. મ્યુઝીક શો, કરા ઓ કે ગોટ ટલેન્ટ, ઇન્ટરનેશનલ શો ઇન્ડોર, આઉટડોર ગેમ ઝોન, ચાર થી પાંચ સ્વીમીંગ પુલ, સિનેમા હોલ, ઝાકૂઝી, સ્પા, સલૂન, બોલરૂમ જેવી અસંખ્ય લકઝરી આ ક્રૂઝમાં બિલકુલ મફત માણવા મળે છે. કેમ કે પેકેઝની અંદર જ એની ફી સમાવી લેવામાં આવી હોય છે. બે દિવસના ફૂલ એન્જોયમેન્ટ કરતા કરતાં સમય કયાં પસાર થઇ જાય એની ખબર જ ન પડે એક ભવ્યાતિભવ્ય વાતાવરણ હોય છે.
ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓને ક્રૂઝનું વિશેષ આકર્ષણ છે. સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડની ટુર પેકેજ ૧૩ દિવસની તેમજ સિંગાપુર, મલેશીયા, વીથ ક્રૂઝ ૮ દિવસની ટુર પેકેઝ છે. બન્નેની પેકેજ ટુરની કિંમત લગભગ સરખી જ છે. સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ એક લાખ દસ હજાર જયારે સિંગાપુર, મલેશીયા વીથ ક્રૂઝ એક લાખ પાંચ હજારમાં માથા દીઠ પેકેજ છે. અલબત ર૦ એપ્રિલ પહેલા બુકીંગ કરાવવાથી અનુક્રમે પહેલી ટુર પેકેઝમાં ૧૦ હજાર અને બીજી ટુર પેકેજમાં પાંચ હજારનું ડિસ્કાઉન્ટ જાહેર કર્યુ છે. આ ઓફરને સમય બંચર ઓફર નામ આપવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૧૫૦ પ્રવાસીઓ બુકીંગ કરાવી ચુકયા છે. વિદેશી યાત્રા ખર્ચાળ હોવાની વાત કેટલી સાચી તેવા એક સવાલના જવાબમાં અભિનવે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, યુ.એસ.એ. જેવા દેશોમાં ૧૫-૨૦ દિવસનું ટુર પેકેજ માથા દીઠ ર લાખ જેટલું હોય છે જે મળનારી લકઝરીપૂર્ણ સુવિધાના પ્રમાણમાં ખાસ વધુ ન કહેવાય.
જો કે સિંગાપુર જેવા દેશોમાં પણ ભારતીય ૪૮ રૂપીયાની સામે એક સીંગાપુરી રૂપિયાનો ભાવ છે એટલે દેખીતી રીતે મોંધુ લાગે પણ એ તો બે દેશોના વિનિમય મુલ્ય ઉપર આધારીત વ્યવસ્થા છે.
વળી સિંગાપુર જેવા દેશમાં ૦ ટકા ક્રાઇમરેટ છે. ત્યાંની વ્યવસ્થા ખુબ પ્રોપર કક્ષાની છે. જે નળ માંથી સ્નાન માટે પાણી આવે છે એ જ નળનું પાણી પીય શકાય એટલું પ્યોર અને કવોલીટી વાઇઝ શુઘ્ધ ગુણવતા ધરાવતું હોય છે. સિંગાપુરના ટુરીસ્ટ પોઇન્ટ પણ ખુબ જ મન મોહક છે વર્લ્ડ ફેમસ યુનિવર્સલ સ્ટુડીયો પ્રવાસીઓનું મનપસંદ સ્થળ છે.
ક્રૂઝમાં ભોજન વ્યવસ્થા ખાસ વખાણવા લાયક હોય છે. ગુજરાતી પ્રવાસીઓને ઘ્યાનમાં રાખીને સવારના ના સ્નાનુ બપોરના લંચ અને રાત્રિના ડીનરનું મેનું તૈયાર કરેલું હોય છે. જેની વિગતે જાણકારી પ્રવાસ શરુ કરતા પહેલા ગ્રાહકોને આપવામાં આવે છે. ભારતની સુપ્રસિઘ્ધ તાજ ઓબેરોય જેવી હોટલનાં નિવૃત શેફ દ્વારા ક્રૂઝમાં ભોજન વ્યવસ્થા સંભાળાય છે.
અભિનવે વધુ વિગતો આપતા એક સવાલનાં જવાબમાં જણાવ્યું કે ટ્રાવેલીંગ ઇન્સ્યોરન્સ લેવામાં આવે છે. જેનાથી પ્રવાસીને બધા જ પ્રકારની સુરક્ષા પુરી પાડવામાં મદદ મળે છે. ગુજરાતી પ્રવાસીઓએ કુલુ મનાલીથી આગળ વધીને દાર્જલીંગ, સિકકીમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ જેવા નોર્થ ઇસ્ટ ભારતમાં જવાનું રાખવું જોઇએ. તે અમદાવાદથી ડાયરેકટ ફલાઇટ કનેકટીવીટી મળતી હોય તેવી જગ્યાએ જવું વધુ અનુકુળ રહે છે. ફેસ્ટીવ હોલીડેની વધુ એક વિશેષતા વર્ણવતા અભિનવે જણાવ્યું કે અમારી દરેક ટુરમાં એક ગુજરાતી ગાઇડ માર્ગદર્શન આપવા માટે ટુરના અંત સુધી સાથે રહે છે.
ગુજરાતી પ્રવાસી વિશે ખાસ માહીતી આપતા અભિનવે હળવા મૂડમાં જણાવ્યું હતું કે અમુક પ્રવાસી ગુજરાતી પેકેજની જાણકારી મેળવવા આવે ત્યારે વિદેશમાં પાન ફાકી માવા સાથે લઇ જઇ શકાય છે કે કેમ તે અંગે પૃચ્છા કરતા હોય છે. કેમ કે ગુજરાતી પ્રજા વિદેશના નીતી નિયમો અંગે આછુ-પાતળુ જ્ઞાન ધરાવે છે. અલબત વિદેશોમાં જતા સમયે ઢેર એરલાઇન્સમાં સોપારી યુકત માવા ફાકી કલ્યિરન્સ થઇ જાય છે. પરંતુ વિદેશમાં જયા ત્યાં ફાકી ખાઇને સ્પિટ કરવા બદલ રપ હજારથી શરુ કરીને ૧.૫ લાખ સુધીનો દંડ થાય છે.
જો કે અમારા તરફથી પ્રવાસીઓને ટુર શરુ થતા પહેલા જ વિદેશી કાયદા કાનુનની જરુરીયાત પુરતી માહીતી આપી દેવામાં આવે છે એટલે કયારેય પણ અમારા ટુર પેકેજમાં કોઇપણ જાતનો વિદેશી કાયદા કાનુનને લગતો બનાવ બન્યો જ નથી.
ચાય પે ચર્ચાના છેલ્લા ચરણમાં અભિનવ પટેલે ખાસ જણાવ્યું હતું કે કોઇની દેખા-દેખી કરીને ટુર પેકેટનું આયોજન ન કરવું. પરંતુ વ્યકિતગત પરિવાર સાથે મળીને બાળકો સહીતનાનો અભિપ્રાય જાણી ટુરનું આયોજન કરવું જોઇએ. ટુર પેકેજ અચાનક ન ગોઠવતા સમય અગાઉ આયોજન કરવું જેથી આર્થિક દ્રષ્ટિએ સસ્તુ પડે અને વિવિધ પેકેજમાંથી પસંદગી કરવાનો પુરતો અવકાશ પણ મળી રહે. ફેસ્ટો હોલી ડે પેકેજની વિશ્ર્વશનીયતા વિશે ટુર પેકેજ ઉપર જઇ આવેલા ગ્રાહકોનો સંતોષ એ જ અમારી કમાણી છે એમ જણાવીને અભિનવે અંતમાં કહ્યું હતું કે ગ્રાહકોને પૈસાનું પુરુ વળતર આપવામાં અન્ય ટુર ઓપરેટરો કરતા અમો અગ્રેસર કીયે તેનો અમને પણ સંતોષ છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,