અમદાવાદના ન્યુ લકી રેસ્ટોરન્ટ જતા જ તમને હેરાની થશે કારણ કે આ રેસ્ટોરન્ટ કબ્રસ્તાનની વચ્ચે બનાવવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં કુલ ૨૬ કબ્ર છે જેની વચ્ચે બેસીને લોકો ચા, કોફી, નાસ્તો કરવાની મજા આવે છે. ધીરે ધીરે આ જગ્યા મશહુર થઇ ગઇ. પહેલા તો માત્ર નાની એવી દુકાન હતી પરંતુ વધુ ગ્રાહકો તેમજ ભિડ વધવાને કારણે દુકાનને રેસ્ટોરન્ટમાં તબદિલ કરવામાં આવી હતી.
જો કે હાલ અહિં નાસ્તાની સાથે ડિનર તેમજ લન્ચની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં કબ્રોને સ્ટિલની જાળીથી ઢાંકવામાં આવી છે. જેની રોજ સફાઇ કરવામાં આવે છે ચાદર બદલાવી ગુલાબના ફુલ પણ અર્ષણ કરવામાં આવે છે. સ્થાનિકોનું માનવુ છે કે તમે ત્યાંથી દુઆ લેશો તો દરેક કામ શુભ થાય છે ટુરિસ્ટમાં આ જગ્યા ખુબ જ લોકપ્રીય છે. ખાસ આકર્ષણમાં અહિં એમએફ હુસૈનની બનાવેલી પેઇન્ટીંગ્સ પણ છે જે તેણે ત્યાં જ ચાની ચુસ્કી લેતા લેતા બનાવી હતી.