આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કાલી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસશે મેઘરાજા: રાજ્યમાં ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી: બંગાળની ખાડીમાં સર્જાયેલુ લોપ્રેશર ડિપડિપ્રેશનમાં ફેરવાયું
નોર્થ વેસ્ટ બંગાળની ખાડીમાં સર્જાયેલુ લો-પ્રેસર ડિપ્રેશનમાં પરિવર્તીત થયા બાદ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ વધુ મજબૂત બન્યું છે જેની અસરતળે આજી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે કાલી સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર કૃપા વરસાવશે. આજે સવારી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાનું શરૂ થઈ ગયું છે.
હાલ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની સાથે જોડાયેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી ૧.૩ અને ૪.૫ કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સકર્યુલેશન સક્રિય છે. સાથો સાથ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં અને તેની સો નોર્થ ઓડિસ્સા અને પશ્ચિમ બંગાળના કિનારે સર્જાયેલું લો-પ્રેશન ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ વધુ મજબૂત બન્યું છે જેની અસરના કારણે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી હોય તંત્ર એલર્ટ ઈ ગયું છે.
આજે ડાંગ, નવસારી, વલસાડ, સુરત, આણંદ, વડોદરા, છોટા ઉદેપુરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત તાપી, ભરૂચ, નર્મદા, ખેડા, પંચમહાલ, દાહોદ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. આવતીકાલે શુક્રવારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ, અરવલ્લી, મહાસાગર, દાહોદ, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, ખેડા, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.
૧૦મી ઓગષ્ટના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્ર કચ્છમાં મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ અને દ્વારકા જ્યારે ૧૧મીના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
ચાર દિવસ વાદળછાંયુ વાતાવરણ રહેશે અને ૨૫ થી ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. અમુક વિસ્તારોમાં ૮ થી ઈંચી વધુ વરસાદ પડે તેવી પણ શકયતા છે. ઓગસ્ટ માસમાં હજુ સૌરાષ્ટ્રમાં ૨૮ ટકા વરસાદની ઘટ છે. જ્યારે કચ્છમાં ૪૭ ટકા જેટલી વરસાદની ઘટ છે. અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી હોય રાજ્ય સરકાર એલર્ટ થઈ ગયું છે અને એનડીઆરએફની ટીમને એલર્ટ રહેવા પણ સુચના આપી દેવામાં આવી છે.
છોટા ઉદેપુરના કવાંટમાં આભ ફાટયું: ૧૧॥ ઈંચ વરસાદ
સવારી રાજ્યના ૪૭ તાલુકાઓમાં વરસાદ: લીમખેડામાં ૧॥ ઈંચ: રાજ્યમાં મોસમનો કુલ ૬૩.૩૮ ટકા વરસાદ
રાજ્યમાં આજી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગત મધરાતે છોટા ઉદેપુરના કવાંટમાં જાણે આભ ફાટયું હોય તેમ છ કલાકમાં સુપડાધારે ૧૦॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવારે પણ બે કલાકમાં ૧ ઈંચ વરસાદ પડતા ૮ કલાકમાં ૧૧॥ જેટલો વરસાદ પડી જતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. હરેણ નદીમાં ઘોડાપુર આવ્યા હતા. સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાવા પામી છે. સવારી રાજ્યના ૪૭ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. લીમખેડામાં ૧॥ ઈંચ વરસાદ પડયો હતો. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો ૬૩.૩૮ ટકા વરસાદ વરસી ગયો છે. આજે દક્ષિણ ગુજરાતમાં અને આવતીકાલી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૨ જિલ્લાના ૮૪ તાલુકામાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. ગત મધરાતી પૂર્વ મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ રાત્રીના ૧૨ વાગ્યાી સવારના ૬ વાગ્યા સુધીના છ કલાક સમયમાં ૧૦॥ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જેના કારણે હરેણ સહિતની નદીઓમાં ઘોડાપુર આવ્યા છે. સમગ્ર પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ જવા પામી છે.
આ ઉપરાંત છોટા ઉદેપુરમાં ૩ ઈંચ, દાહોદ અને જાલોદમાં ૨ ઈંચ, જેતપુર પાવી, વઘઈ, ધનસુરામાં ૧॥ ઈંચ, હારોલ, કપરાડા, ફતેપુરામાં ૧ ઈંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આજે સવારી રાજ્યભરમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે ૬ થી ૮ સુધીના બે કલાકના સમયગાળામાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં વરસાદ પડયો છે જેમાં દાહોદના લીમખેડામાં સૌથી વધુ ૧॥ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત કવાંટમાં ૧ ઈંચ, મોરવાડફ, ધનપુર, ગોધરામાં અડધો ઈંચ વરસાદ પડયો છે.