આરબીઆઈના જાહેરનામામાં ૪:૩૦ વાગ્યાથી ૬:૦૦ સુધી વધારાનો નિર્ણય

ભારતીય રિઝર્વ બેન્કે મંગળવારે જણાવ્યા મુજબ આરટીજીએસ (રિયલ ટાઈમ ગ્રોસ સેટેલમેન્ટ) દ્વારા ફંડ ટ્રાન્સફર કરવાના સમયમાં વધારો કરાયો છે. જેનો સમય હવે બપોરે ૧:૩૦ થી સાંજે ૬ વાગ્યા સુધી રહેશે. રિયલ ટાઈમ ગ્રોસ સેટેલમેન્ટ હેઠળ નેટિંગ વગર જ ટ્રાન્જેકશન એક સતત ધોરણે રિયલ ટાઈમ સેટલમેન્ટ ફંડ ટ્રાન્સફર વ્યક્તિગત રીતે થશે.

આરટીજીએસ સિસ્ટમ મુખ્યત્વે મોટા વ્યવહારો માટે છે. આરટીજીએસ દ્વારા મોકલવામાં આવતી લઘુતમ રકમ ૨ લાખ છે તેનાથી વધારે નથી. આરબીઆઈના એક જાહેરનામામાં જણાવ્યા મુજબ આરટીજીએસના ગ્રાહક માટે વ્યવહારો કરવાના સમયમાં સાંજે ૪:૩૦ વાગ્યાથી ૬:૦૦ વાગ્યા સુધીના વધારાનો નિર્ણય કર્યો છે. આરટીજીએસ માટેની વિસ્તૃત વિંડો ૧ જૂનથી લાગુ થશે.

ઉપરાંત નેશનલ ઈલેકટ્રોનિક ફંડસ ટ્રાન્સફર (એનઈએફટી)નું બીજુ એક લોકપ્રિય સ્વ‚પ છે. ફંડ ટ્રાન્સફર માટે લઘુતમ કે મહત્તમ કોઈ મર્યાદા નથી, જો કે એનઈએફટી કલાક દીઠ બેન્ચિસમાં કાર્યરત છે. હાલમાં ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઈ ૧૨ કલાક આઠવાડિયાના દિવસોમાં સવારે ૮ થી સાંજે ૭ વાગ્યા સુધી પુરી પાડે છે અને શનિવારે ૮ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી પાંચ કલાક પૂરી પાડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.