પ્રાંત કચેરી દ્વારા ખાનગી કોન્ટ્રાકટર મારફતે મ્યુઝિકલ ફાઉન્ટેનનું રીપેરીંગ કાર્ય કરાવવા નેગોસિએશન
રાજકોટની ભાગોળે આવેલા વાઈલ્ડ ફલાવર વેલી ઈશ્ર્વરીયા પીકનીક પાર્કમાં બંધ પડેલા મ્યુઝિકલ ફાઉન્ટેનની મરમત માટે પ્રાંત અધિકારી કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વેકેશન પૂર્વે જ નઝરાણા સમા મ્યુઝિકલ ફાઉન્ટેનને પુન: શરૂ કરી સહેલાણીઓ માટે આકર્ષણ યાવત રખાશે.
પ્રાપ્ત વિગતો મુજબ વાઈલ્ડ ફલાવર વેલી ઈશ્ર્વરીયા પાર્કમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લાખોના ખર્ચે નઝરાણા સમો મ્યુઝિકલ ફાઉન્ટેનનું આકર્ષણ ઉભુ કરાયું છે. પરંતુ છેલ્લા ઘણા સમયી આ ફાઉન્ટેન બંધ હોય રીપેરીંગ માટે પ્રાંત કચેરી દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં ત્રણ પેઢીઓ દ્વારા ૧ લાખી વધુના ખર્ચે રીપેરીંગ માટે તૈયારી દર્શાવતા આજે ત્રણેય પેઢીઓને નેગોશીએશન માટે બોલાવવામાં આવી હ્તી અને વેકેશન પૂર્વે જ મ્યુઝિકલ ફાઉન્ટેન શરૂ થાય તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.