નૈઋત્યનું ચોમાસુ કેરળના દરિયાકાંઠે નિયત સમય કરતા ૩ દિવસ વહેલુ ત્રાટકશે.
ચાલુ વર્ષે નૈઋત્યનું ચોમાસુ કેરળના દરિયા કાંઠે નિયત સમય કરતા ૩ દિવસ વહેલુ ૨૯ મેના રોજ ત્રાટકશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. સામાન્ય રીતે કેરળમાં ચોમાસાની શરૂઆત ૧લી જૂની થાય છે. ત્યારબાદ ઉત્તર તરફ આગળ વધી ભારતભરમાં વરસાદ પડે છે. જેના પરિણામે ગરમીમાં ક્રમશ: ઘટાડો અનુભવાય છે.
અગાઉ હવામાન વિભાગે ૨૦૧૮ના નૈઋત્યના ચોમાસા અંગે લાંબાગાળાની આગાહી કરતા કહ્યું હતું કે, ચાલુ વર્ષે ૯૭ ટકા વરસાદ વાની શકયતા છે. જો કે, ગયા સપ્તાહે ખાનગી હવામાન સંસ સ્કાયપરે કેરળમાં ચોમાસુ ૨૮મી મેના રોજ શરૂ વાની આગાહી કરી હતી. તાજેતરમાં હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ચોમાસાનો પ્રારંભ કેરળમાં ૨૯મી મેના રોજ શે અને ચોમાસુ સામાન્ય રહેશે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૦૫ી ભારતીય હવામાન વિભાગ કેરળમાં ચોમાસાના પ્રારંભની તારીખ અંગે આગાહી કરતું આવ્યું છે અને વર્ષ ૨૦૧૫ સીવાય દર વખતે હવામાન વિભાગની આગાહી સચોટ જેવી રહી છે. છેલ્લા ૧૩ વર્ષમાં હવામાન વિભાગનું કામ ખૂબજ મહત્વનું રહ્યું છે. ધીમે ધીમે હવામાન વિભાગની આગાહી વધુ સચોટ બનતી જાય છે. હવે સરકારે હવામાનને લગતા ઉપગ્રહોને વધુ સક્ષમ બનાવી અવકાશમાં છોડયા છે. જેના પણ સારા પરિણામો મળી રહ્યાં છે.
અહીં ઉલ્લેખનીય છે કે, હાલ આદામાન અને બંગાળના અખાત પર ચોમાસા માટે અનુકુળ વાતાવરણ સર્જાય રહ્યું છે. જેના કારણે પંજાબ, હરીયાણા અને રાજસનમાં પ્રચંડ ગરમીી રાહત મળી રહી છે. હવામાન વિભાગે આગામી ૩ દિવસમાં ઉત્તર અને ઉત્તર-પશ્ર્ચિમ ભારતના ૨૦ રાજયોમાં ભારે તોફાન અને વરસાદની આગાહી કરી છે.
હાલમાં ચક્રવાત યમની ૩૯૦ કિ.મી. દક્ષિણ પૂર્વમાં એડનની ખાડીમાં સ્રિ યું છે. આગામી ૧૨ કલાકમાં તે મજબૂત ઈ દક્ષિણ-પશ્ર્ચિમ તરફ આગળ વધશે. કેરળ, કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને ગોવામાં તેની અસર જોવા મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com