ગુજરાત પોલીસને ગુજરાત સરકાર અને ગુજરાતનાં પોલીસ વડા દ્રારા ઉઠાવવામાં આવેલા પગલાથી મોટો ફાયદો થયો છે.ગુજરાત પોલીસ વેલફેર સ્કિમની દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવતા હવે પોલીસ સ્ટાફને પણ વિવિધ લાભો આસાનીથી મળી શકશે.
લોકસભા ચૂંટણીને લઇને સરકાર દ્રારા આ દરખાસ્ત અમલી કરી શકાય ન હતી, ત્યારે ચૂંટણી પૂર્ણ થતા સરકાર દ્રારા આ દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓના સંતાન પુત્રીના લગ્નમાં રૂ.૫૦ હજાર અને પુત્રના લગ્નમાં રૂ.૩૦ હજારની લોન મંજૂર કરી છે. આ ઉપરાંત ચશ્મા, મોતીયાનું ઓપરેશન, મરણોતર સહાય અને વેલ્ફેર ફંડમાં માનદ સેવા આપતાં કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.
યોજના | જૂની રકમ (રૂપિયામાં) | નવી રકમ (રૂપિયામાં) |
મંગળસૂત્ર લોન | ૧૫,૦૦૦ | પુત્રી માટે ૫૦૦૦૦ |
ચશ્મા સહાય | ૨,૦૦૦ | ૪૦૦૦ |
દાંતના ચોકઠા | ૨૦૦૦ | ૪૦૦૦ |
મોતીયા ઓપરેશન લોન | ૫,૦૦૦ | ૨૦,૦૦૦ |
મરણોતર સહાય | ૫,૦૦૦ | ૨૫,૦૦૦ |
વેલફેર કામગીરી વેતન | ૨૦૦થી ૫૦૦ | ૧૦૦૦થી ૧૫૦૦ |