અન્ય શહેર-રાજયોમાંથી આવતા પ્રવાસીઓને વધુ સાનુકુળતા રહેશે
તહેવારોની રજામાં ગિરનારની મુલાકાત લેવાનુ તમો આયોજન કરી રહ્યા છો ? તો તમે હવે ગિરનારની મુલાકાતને નવા જ ઉદઘાટન કરાયેલા ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરાવીને પ્રવાસને વધુ સુગમ બનાવી શકો છો.
ઉષા બ્રેકોના રિજિયોનલ હેડ, વેસ્ટ દીપક કપલીશના જણાવ્યા અનુસાર કંપની દ્વારા હવે તા. ૧ નવેમ્બરથી રોપવેનુ ઓનલાઈન ટિકીટ બુકીંગ શરૂ કર્યુ છે. ગિરનાર રોપવેનુ ઓનલાઈન બુકીંગ કરવાનો ઉદ્દેશ ખાસ કરીને અન્ય શહેરો કે રાજ્યમાંથી આવતા પેસેન્જરોને સાનુકૂળતા કરી આપવાનો છે. કલપિશ ના વધુ જણાવ્યા અનુસાર, ઓનલાઈન ટિકીટ બુકીંગ ઉપલબ્ધ હોવા અંગે ખૂબ પૂછપરછ મળી રહી છે અને અમે આગામી તહેવારને ધ્યાનમાં રાખીને આ સુવિધા રજૂ કરી છે.
સૂત્રો માથી મળેલ માહિતી મુજબ પ્રવાસીઓ ગિરનાર રોપવેની ટિકીટ હવે www.udan khatola.com વેબસાઈટ ઉપર બુક કરાવી શકાશે. વપરાશકારો રોપવેના પ્રવાસનો ટાઈમ સ્લોટ પણ પસંદ કરી શકશે. અત્રે નોંધનીય છે કે, ગિરનાર રોપવેનુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તા. ૨૪ ઓકટોબરના રોજ ઉદઘાટન કર્યુ હતું અને એક સપ્તાહના ગાળામાં જ આશરે ૧૬૦૦૦ હજાર લોકોએ રોપવે સર્વિસનો લાભ લીધો છે.
આવી રીતે કરો ઓનલાઇન બુકિંગ
- સૌ પ્રથમ www.udankhatola.com પર જાવ
- ત્યારબાદ સ્થળ, તારીેખ અને સમય નકકી કરો
- ઓનલાઇન પેમેન્ટ કરો અને રોપ-વેની મજા માણો