આજકાલ કેમેરા અને એમાં પણ ખાસ ડિએસએલઆર માટે લોકોને ક્રેઝ વધ્યો છે. ત્યારે આવાઝ ક્રેઝી કેમેરા લવર્સ માટે ગુગલે ક્લીપ્સ નામથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતો એક એવો કેમેરો લોંચ કર્યો છે. જે પોતાની જાતે સમજી જશે કે ક્યારે ફોટો ક્લિક કરવાનો છે અને ક્યારે વિડિયો શૂટ કરવાનો છે. આ કેમેરો તમે ગુગલ પ્લે સ્ટોર પરથી ખરીદી શકો છો. જો કે ગુગલ દ્વારા તેનું સત્તાવાર વેચાણ ચાલુ કરી દેવાયું છે. પરંતુ તેની ડિલિવરી તુરંત આપવામાં આવશે નહીં, રિપોર્ટનું માનવામાં આવે તો રૂ.૧ લાખ હજારની કિંમતવાળો આ કેમેરાની આગામી ૨૭ ફેબ્રુઆરી સુધીમાં ડિલિવરી શરુ કરી દેવામાં આવશે.
આ ક્લિપ્સ કેમેરા પોતાને સિચ્યુએશન આધારે આપમેળે એડજસ્ટ કરી લેશે, તો પોતાની ૧૩૦ ડિગ્રી એંગલ સાથે દમદાર ફ્રેમ ક્રિએત કરી શકાશે. અહેવાલોના આધારે કેમેરા ઓટોમેટિક ફોટો કેમ્પરિંગ માટે મોમેંટ આઇક્યુ નામથી ઓફ લાઇન મશીન લર્નિગ અને વિઝ્યુઅલ પ્રોસેસિંગ યુનિટનો ઉપયોગ કરે છે. આ કેમેરા લોકોના ચહેરાના હાવભાવ આસપાસની લાઇટિંગ અને ફ્રેંમિંગને આપમેળે સમજવાની ક્ષમતા ધરાવે છે.