રાજસ્થાની ગટ્ટા બોલો કોને નથી ભાવતા, રાજસ્થાનના આ સૌથી વધુ લોકપ્રિય શાકમાંથી એક શાક છે. પરંતુ આજે એ ગટ્ટામાં મેથી નાખીને બનાવવામાં આવશે. તો આવો બનાવીએ મેથીનાં ગટ્ટાનું રસેદાર શાક…..
સામગ્રી :
મેથીની ભાજી – ૧ કપ
ચણાનો લોટ – ૧ કપ
ઘઉંનો લોટ – ૧ કપ
લાલ મરચું – અડધી ચમચી.
ધાણાજીરુ – અડધી ચમચી
હળદર – અડધી ચમચી
લસણ આદુની પેસ્ટ – ૧ ટેબલ સ્પૂન
ખાંડ – ૧ ટેબલ સ્પૂન
મીઠું – ૧ ટેબલ સ્પુન
તેલ – ૨-૩ ટેબલ સ્પૂન
બનાવવાની રીત :
મેથીની ભાજીને જીણી સમારી તેમાં ચણાનો લોટ, ઘઉંનો લોટ, લાલ મરચું, હળદળ, ધાણાજીરુ, આદુ, લસણની પેસ્ટ એક ચમચી તેલ, ખાંડ અને મીઠુ ઉમેરી લોટ બાંધી લો. પછી તેનાં લાંબા રોલ બનાવી લો. અને તેનાં વરાળથી બાફી લો. તે ઠંડા થયા બાદ તેના નાના ટુકડા કરી એક કડાઇમાં તેલ ગરમ કરી તેને ઓછા તાપે તળી લો. ત્યાર બાદ એક બાઉલમાં કાઢી તેને સર્વ કરો…..