જોકે વર્ષ ૨૦૧૦થી યુ-ટયુબ ૪-કે વિડિયોની સુવિધા આપે જ છે
ફેસબુકે તેના નેટવર્કીંગ તેમજ અન્ય ફિચર્સો દ્વારા પહેલાથી જ અબજો ગ્રાહકો ધરાવે છે. ત્યારે ગત વર્ષે તેણે જોડેલા વિડિયો ફિચર્સને પણ લોકોએ સરાહ્યો છે પરંતુ યુ-ટયુબની માફક હવે ફેસબુક પર પણ ૪-કે વિડિયોનો લાભ મળી શકે માટે તેનું પરિક્ષણ ચાલી રહ્યું છે. એન્ગેઝેટના રીપોર્ટ પ્રમાણે ફેસબુક વધુ કિલયર વિડિયો માટે ૨૧૬૦-પી વિડિયો અપલોડ કરનાર તેમજ ડાઉનલોડ કરનાર બંનેને કવોલિટી સ્ટાન્ડર્ડની સુવિધા આપશે. સોશિયલ નેટવર્ક પબ્લિકેશન માટે આ વિડીયો પરિક્ષણનો નિર્ણય લીધો છે. વેબસાઈટે જણાવ્યું હતું કે ફેસબુકના અમુક પેજ તેમજ પ્રોફાઈલ પણ ૪-કે વિડિયો ગીયર આઈકોન પર કિલક કરી ચેક કરવા માટે જાણી શકાશે કે તેઓ ૪-કે કવોલિટી મેળવી રહ્યા છે કે નહીં. જોકે વર્ષ ૨૦૧૦થી યુ-ટયુબ ૪-કે વિડીયોનું ફિચર આપી રહ્યું છે તો ગત વર્ષે તેમણે ૪કે લાઈવ રોલ આઉટ પણ શ‚ કરી દીધું છે. ટેકક્રન્ચે નોંધ્યું હતું કે સોશિયલ નેટવર્ક જો ૪-કે લાઈવ ૩૬૦ ડિગ્રી વિડિયો સપોર્ટ કરી શકે તો રેગ્યુલર લાઈવ પણ એચડી કવોલિટીમાં શકય છે. જોકે ફેસબુકે લાઈવ ફિચર જોડીને પણ સારી પ્રશંસા મેળવી છે. તમે હવેયાત્રા કરતી વખતે તમારા ફ્રેન્ડસ જોડે લાઈવ વિડિયો કરી શકો છો. જે ઈન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છે. તેમજ અનેક એપ્લીકેશનો લાઈવ સપોર્ટ કરે છે પરંતુ આ વખતે ફેસબુક લાઈવને પણ વધુ સારી ડિસ્પ્લે કવોલિટી સાથે પરિક્ષણ બાદ ફિચર્સમાં જોડણી કરશે. તેથી સામે વિડિયો જોનારને પણ આ ૪-કે વિડિયોનો લુપ્ત માણવા મળશે. તેમજ વિડિયો સમયે પણ તમે કોઈને ઈન્વાઈટ કરી શકશો.