મેન્યુફેકચરીંગ ક્ષેત્ર ઉપરાંત ક્ધઝયુમર અને કેપીટલ ગુડ્ઝ ક્ષેત્રે સારા દેખાવના પગલે ઔદ્યોગીક ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ
રિટેલ ફૂગાવો ૪.૪૦ ટકાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. મોંઘવારીમાં ઘટાડો થતાં દરેક વર્ગને રાહત થઈ છે. ફેબ્રુઆરી મહિનામાં ૪.૪૦ ટકાનો ફૂગાવો નોંધાયો હોવાનું આંકડા કહે છે.
નવેમ્બર ૨૦૧૭માં રિટેલ ફૂગાવો ૪.૮૮ ટકા હતો. ત્યારી આ સૌથી નીચી સપાટીએ છે. અપેક્ષા કરતા પણ ફૂગાવાનો દર ઓછો રહેતા સરકારે હાશકારો અનુભવ્યો છે.
ફૂગાવો જાન્યુઆરી મહિના માટે ઈન્ડસ્ટ્રીયલ પ્રોડકશનનો આંકડો ડિસેમ્બર મહિનામાં ૭.૧ ટકા હતો જે વધીને ૭.૫ ટકા થયો છે. ઔદ્યોગીક ઉત્પાદનમાં આ જબ્બર વધારો પણ સરકાર માટે રાહતરૂપ છે.
ફૂગાવાના દરમાં ઘટાડો થવા પાછળ શાકભાજીની કિંમતોમાં તિવ્ર કડાકો કારણભૂત ગણવામાં આવે છે. શાકભાજીમાં જાન્યુઆરી માસમાં ૨૬.૯૭ ટકાનો ફૂગાવો જોવા મળ્યો હતો. જે એકાએક આ મહિને ઘટીને ૧૭.૫૭ ટકા થઈ ગયો છે.
જાન્યુઆરીમાં આઈઆઈપીમાં નોંધાયેલી વૃદ્ધિ મુખ્યત્વે મેન્યુફેકચરીંગ સેકટરમાં જોવાયેલી નોંધપાત્ર કામગીરીને આભારી રહી હતી.
આઈઆઈપીમાં મેન્યુફેકચરીંગ સેકટરનો હિસ્સો ૭૭.૬૩ ટકા જેટલો છે. જાન્યુઆરી ૨૦૧૭ના ૨.૫ ટકાની સરખામણીએ સમીક્ષાના સમયગાળા દરમિયાન મેન્યુફેકચરીંગ ક્ષેત્રએ ૮.૭ ટકાની વૃદ્ધિ નોંધાવી હતી.
રોકાણના બેરોમીટર એવા કેપીટલ ગુડ્ઝના ઉત્પાદનમાં જાન્યુઆરી દરમિયાન ૧૪.૬ ટકાની તિવ્ર વૃદ્ધિ થઈ હતી. વર્ષ અગાઉ સમાન સમયગાળામાં કેપીટલ ગુડ્ઝ ક્ષેત્રે ૦.૬ ટકાનો ઘટાડો જોવાયો હતો.
ખાદ્ય પદાર્થો તથા ઈંધણની નીચી કિંમતના પરિણામે છૂટક ફૂગાવો ૪.૪૪ ટકાના ચાર માસના તળીયે સ્પશર્યો હતો. ગ્રાહક ભાવ સુચકાંક આધારીત છૂટક ફૂગાવો જાન્યુઆરીમાં ૫.૭ ટકા હતો.
ફેબ્રુઆરી ૨૦૧૭માં છૂટક ફૂગાવો ૩.૬૫ ટકાના સ્તરે હતો. ગયા વર્ષે નવેમ્બરમાં છૂટક ફૂગાવો ૪.૮૮ ટકા નોંધાયો હતો. દૂધ અને દૂધની બનાવટોના ભાવનો ફૂગાવો ઘટીને ૪.૨૧ ટકા, કઠોળનો ફૂગાવો ૨.૧૦ ટકા, માંસ અને માછલીના ભાવનો ફૂગાવો ૩.૩૧ ટકા રહેવા પામ્યો હતો.
ઈંધણ અને લાઈટ કેટેગરીનો ફૂગાવો જાન્યુઆરીના ૭.૭૩ ટકાી ઘટીને ફેબ્રુઆરી ૨૦૧૮માં ૬.૮૦ ટકા હતો.