‘અબતક’ની મુલાકાતમાં કેળવણીકારોએ વિદ્યાર્થીઓ, વાલીઓમાંથી પરીક્ષાનો હાવ કેવી રીતે દૂર થાય?ની કરી ચર્ચા સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓને સેમીનારમાં ઉપસ્થિત રહેવા કરી અપીલ

બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષા માત્ર પરીક્ષાથી વિદ્યાર્થીઓ માટે જ નહીં પરિવાર અને વાલીઓ માટે પણ ચિંતા નું કારણ બની રહે છે પરીક્ષા નો હાવ વિદ્યાર્થીઓમાંથી દૂર થાય તો સામાન્ય વિદ્યાર્થી પણ રેન્કર બની શકે ,અબતકની મુલાકાતે આવેલા કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશનના પ્રકાશભાઈ કરમચંદાણી, ધર્મેશભાઈછગ, નિકુંજભાઈ ચતાબટ્ટી, સનતભાઈપોપટ, લખનભાઈ પટેલ અને નીરજ ભાઈ મહેતાએ રાજકોટ ખાતે તારીખ 5 ફેબ્રુઆરીએ પ્રમુખસ્વામી ઓડિટોરિયમ હોલ ખાતે બે થી ચાર અને સાડા ચાર થી સાંજે સાડા છ ના બે સત્રમાં “એન્જોયબોર્ડ એકઝામ” ફ્રી સેમિનાર અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન રાજકોટ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ એન્જોય બોર્ડ એકઝામ ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે બોર્ડ એકઝામ નજીક છે ત્યારે વિદ્યાર્થીઓ માટે એન્વાયરમેન્ટ એટલે કે તનાવ મુક્ત વાતાવરણ ઊભું થાય અને વિદ્યાર્થીઓ પરીક્ષા ને ડર નહીં પરંતુ ઉત્સવ રૂપિ ઉજવી સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી યોજનારા આ સેમીનારમાં બોર્ડની એક્ઝામની સાથે સાથે જીવનરૂપી પરીક્ષામાં પણ વિદ્યાર્થી દરેક વિકટ અને વિસમ પરિસ્થિતિ કે પડકારોનો સામનો ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કરી શકે તે માટે નિષ્ણાત શિક્ષણવિદો ટિપ્સ આપશે.

દેશના વિકાસનું ખરું ગ્રોથ એન્જિન એટલે વિદ્યાર્થીઓ તેમજ યુવાનો છે ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ બાબતનું મહત્વ અત્યંત સારી રીતે સમજાવ્યું છે પરીક્ષા પે ચર્ચા અભિયાન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભારતનું ભવિષ્ય એવા વિદ્યાર્થીઓ માટે બોર્ડ એક્ઝામ પહેલા સરળ વાતાવરણ સર્જવાનો પ્રસંગે પ્રયાસ કર્યો છે વડાપ્રધાનની આ વિચારધારાને આગળ ધપાવવા માટે રાજકોટ કોચિંગ ક્લાસ એસોસિએશન દ્વારા આ પ્રયત્નોને વધુ વેગમાન બનાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશનના ફ્રી સેમીનારમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કોચ સુહાગપંચાલ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવશે, વિદ્યાર્થીઓ એ પરીક્ષા કઈ રીતે આપવી?

પરીક્ષા પહેલા શુંતૈયારી કરવી? તૈયારી માટે કઈ પદ્ધતિ અપનાવી? ઓછા સમયમાં સ્માર્ટ વર્ક દ્વારા કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી? જેવા અનેક મુદ્દાઓ પર તલસ્પર્શી માર્ગદર્શન ફ્રી સેમિનારમાં આપવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સેમિનાર નો લાભ લે તેવી અપીલ કરવામાં આવી છે આ ફ્રી સેમિનારમાં ભાગ લેવા માટે નજીકના કોચિંગ ઇન્સ્ટિટયૂટ નો સંપર્ક કરી વહેલી તકે ફ્રી પાસ મેળવી લેવા માટે જણાવવામાં આવ્યું છે સેમિનારના સફળ આયોજન માટે રાજકોટ કોચિંગ ક્લાસ ઓનર્સ એસોસિએશન યુનિવર્સિટી વડોદરા અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇનિંગ રાજકોટ દ્વારા જેમ જ ઉઠાવવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓને નીરૂતર પ્રશ્નોનોે ઉકેલ મળશેે: પ્રકાશ કરમચંદાણી

એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ કરમચંદાણીએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા અગાઉ યોજાયેલા સેમિનારને જબ્બર પ્રતિસાદ મળ્યો છે આ વખતે રજીસ્ટ્રેશનનો પ્રવાહ જસ્મસી રહ્યો છે આ સેમિનાર વિદ્યાર્થીઓની શિક્ષણ સાથે મૌલિક સમસ્યા નો ઉકેલ આપશે વિદ્યાર્થીને જે પ્રશ્નોનો નિરુત્તર રહ્યા છે તે તમામ સમસ્યા અને પ્રશ્ર્નોનો ઉકેલ આ સેમીનારમાં મળશે.

મોટીવેશનલ નહીં પરંતુ સ્ટ્રેટેજીકલ માર્ગદર્શન મળવું જોઈએ: સનદભાઈ પોપટ

કોચિંગ ક્લાસ ઓનર એસોસિએશનના સેમીનાર અંગે કેળવણી કાર સનતભાઈ પોપટનું કહેવાનું છે કે પરીક્ષામાં ખરેખર વિદ્યાર્થીઓને મોટીવેશનલ માર્ગદર્શનની સાથે સાથે સ્ટ્રેટેજીકલ એટલે કે પરીક્ષા ની ટિપ્સ અને સ્માર્ટ વર્ક માટે માર્ગદર્શનની જરૂર હોય છે અમારો ફરિયાદ એ જ છે કે વિદ્યાર્થી મહેનતની સાથે સાથે સ્માર્ટ વર્ક સાથે સફળતાની દિશા મેળવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.