- શિયાળો એટલે પક્ષીઓ માટે સુવર્ણ સમય
- 5000 થી વધુ પ્રવાસીઓએ પક્ષીઓ નિહાળી પ્રકૃતિનો આનંદ લુંટ્યો
જામનગરમાં આવેલો ખીજડીયા પક્ષી અભ્યારણ એ પક્ષીઓ માટે સર્વ સમાન છે. અને તેમાં પણ શિયાળો એટલે પક્ષીઓ માટે સોનાનો સમય સમાન છે. જામનગર જિલ્લાની ભૌગોલિક રચના સુંદર અપરંપાર છે અને તેમાં પણ શહેરમાં આવેલ સુંદર સ્થળો આ શોભાને ચાર ચાંદ લગાવી આપે છે. આવું જ એક સ્થળ એટલે ખીજડીયા પક્ષી અભયારણ્ય છે. જે આજે વિશ્વભરમાં પ્રખ્યાત છે. હાલ શિયાળો શરૂ થયો હોવાથી જામનગરના આ ખીજડીયા પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. જેને નિહાળવા માટે પ્રવાસીઓ પણ દેશ વિદેશથી જામનગરમાં પધારી રહ્યા છે.
ખીજડીયા અભ્યારણ્ય ચોમાસાના ત્રણ મહિના પક્ષીઓ માટે બ્રીડિંગ અને નેસ્ટિંગ માટે પરફેક્ટ વાતાવરણ બની ગયું હતું. આથી જ સરકાર દ્વારા ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જે 16 ઓક્ટોબરના રોજ ફરી પ્રવાસીઓ માટે ગોલુ મુકવામાં આવ્યું છે. દિવાળીના તહેવાર દરમિયાન અહીં 5000 થી વધુ પ્રવાસીઓએ પક્ષીઓ નિહાળી પ્રકૃતિનો આનંદ લુંટ્યો હતો.
જામનગરથી માત્ર 12 કિમીના અંતરે જામનગર રાજકોટ હાઇવેથી માત્ર બે કિલોમીટર અંદર છે અને ગલ્ફ ઓફ કચ્છના કિનારે ખીજડીયા પક્ષી અભયારણ્ય આવેલું છે. આ એ જ સ્થળ છે, જ્યાં વિદેશી પક્ષીઓ શિયાળા દરમિયાન મોંઘેરા મહેમાન બને છે. નિહાળવા એક અલગ જ નજારો છે.
પ્રવાસીઓએ આ સ્થળની મુલાકાત લેવા માટે કેમ્પસ પર જ બુકિંગ ઓફિસ આવેલી છે અને ત્યાંથી જ ઓન ધ સ્પોટ ટિકિટ આપવામાં આવે છે.
નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિનામાં પક્ષીઓ નિહાળવાએ અદ્ભુત લ્હાવો હોય છે. ત્યારે સવારના 6:00 વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી પક્ષી અભ્યારણ્યમાં બુકિંગ મળી શકે છે. ખાસ વાત એ છે કે શિયાળાની ઋતુ દરમિયાન અહીં જામનગર જ નહીં પરંતુ ગુજરાત અને દેશ તેમજ વિદેશમાંથી પણ પક્ષીઓ આવતા હોય છે. આ જુદી જુદી જાતના પક્ષીઓ નિહાળવા માટે ખીજડીયા પક્ષી અભ્યારણમાં પણ પ્રવાસીઓની ભીડ જામતી હોય છે.
બીજા રાજ્યમાંથી આવેલા પ્રવાસીઓ પણ જામનગરમાં અહીં પક્ષી અને પ્રકૃતિને નિહાળીએ આફરીન પોકારી ઊઠે છે. સાથે જે તંત્ર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા અંગે પણ પ્રવાસીઓ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવે છે.
ખીજડીયા અભયારણ્યની વ્યવસ્થા અને પક્ષીઓની સાચવણી જોઈને અભિભૂત થયા:અંકિતકુમાર(એસીએફ)
અબ તક સાથેની વાતચીતમાં અંકિતકુમાર જૈન જણાવ્યું હતું કે અમે દેહરાદુનથી 28 ઓફિસરો અહીં ખીજડીયા અભ્યારણમાં વિવિધ પક્ષીઓ ની ખાનપાન અને રહેણા અને તેના સ્વભાવથી દક્ષાબેન દ્વારા અમને માહિતગાર કરવામાં આવ્યા હતા અહીં વ્યવસ્થા અને પક્ષીઓની સાચવણી જોઈને અભિભૂત થયા
અભ્યારણમાં આવતા પ્રવાસીઓને ગાઈડ કરે છે માહિતગાર :દક્ષાબેન વઘાસીયા આરએફઓ’
અબ તક સાથેની વાતચીતમાં સાથે ખીજડીયા પક્ષી અભ્યારણના આરએફઓ દક્ષાબેન વઘાસીયા એ જણાવ્યું હતું કે ખીજડીયા પક્ષી અભ્યારણ પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે. સ્વર્ગ સમાન શા માટે કહીએ છીએ કારણ કે અહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ આવે છે અને અલગ અલગ પ્રકારના હેબિટાટ મળી રહે છે અત્યારે જોઈએ તો શિયાળની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હજારોની સંખ્યામાં માઈગ્રેટેડ પક્ષીઓ આવવાના ચાલુ થઈ ગયા છે તેની સાથે સાથે જ 16 ઓક્ટોબરે ખીજડીયા પક્ષી અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે જેની ઘણા બધા પ્રવાસીઓ મુલાકાત લીધી હતી અને દિવાળીના વેકેશન દરમિયાન હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી છે અને અહીં પ્રકૃતિને માણી છે ખાસ કરીને આ વખતે ડિપાર્ટમેન્ટ તરફથી જ ટુરિસ્ટો આવે છે તેના માટે ફ્લેમિંગો હોટ ટાવર પર એક્સ કોપ અને બાઈલો ક્લીયર રાખવામાં આવે છે. ડિપાર્ટમેન્ટ ને એક માણસ રાખવામાં આવે છે જેથી કરીને કોઈ ટુરિસ્ટ આવે છે તેને અહીંના પક્ષીઓનો વિવિધતા તેની સ્વભાવ એ શું છે કઈ રીતે ફુડ લે છે તેની વિસ્તારથી માહિતી પૂરી પાડવામાં આવે છે અને જેનાથી જે પ્રવાસીઓ આવે છે તેને ખૂબ સારી રીતે માહિતી મળી રહે છે