સ્તન તા ગર્ભાશયના મુખના કેન્સરનો નિદાન કેમ્પ યોજાયો: કેન્સર વિશે માહિતી અપાઈ
સૌરાષ્ટ્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, પંડિત દીનદયાળ સરકારી મેડિકલ કોલેજ તા સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે મહિલા દિનની ઉપલક્ષ્યમાં મહિલા કેન્સર જાગૃતિ અભિયાન સેમિનાર યોજવામાં આવ્યો હતો અને તેની સો મહિલાઓને તાં સ્તન તા ગર્ભાશયના મુખના કેન્સરનો નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્તિ મહિલા અગ્રણી શ્રીમતી અંજલીબેન રૂપાણીએ કેન્સર એટલે કેન્સલ નહી, તેમ કહી મહિલાઓને ગંભીર રોગો સામે જાગૃત વા અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું કે રાજ્ય સરકારે કેન્સરનું તત્કાલ નિદાન થાય અને તેની તુરંત સારવાર મળે તેવી સરકારી દવાખાનાઓમાં વ્યવસ કરી છે. ૧૮મી સદીમાં પ્લેગ, ૧૯મી સદીમાં ક્ષય અને ૨૦મી સદીની મહામારી કેન્સર છે. આ રોગ સામે થોડી સાવચેતી રાખવામાં આવે તો બચી શકાય છે. રાજ્ય સરકારે સરકારી દવાખાનાઓમાં કેન્સરની આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવી છે.
ડો. રોહિણીબેને સરળ ભાષામાં કેન્સર કેવા સંજોગોમાં ાય છે ? એની સરળ ભાષામાં માહિતી આપી હતી. ગર્ભાશયના મુખનું કેન્સર તા સ્તન કેન્સરનું સમયસર નિદાન ઇ શકે એ માટે મહિલાઓ પોતાના શરીરની જાતે જ કેવી રીતે સંભાળ રાખી શકે ? તે બાબતનું પ્રેઝેન્ટેશન આપ્યું હતું. મેમોગ્રાફી, પેપ ટેસ્ટ, વીલી ટેસ્ટ જેવી પદ્ધતિઓ પણ સમજાવી હતી. કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટના નિર્દેશક ડો. શશાંક પંડ્યાએ પણ માહિતી આપી હતી.
કાર્યક્રમના પ્રારંભે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. મનિષ મહેતાએ કાર્યક્રમની ભૂમિકા સમજાવી હતી.
આ વેળાએ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, નાયબ મેયર ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ વિધાયક શ્રીમતી ભાનુબેન બાબરિયા, કલેક્ટર ડો. વિક્રાંત પાંડે, ડીન ડો. ગૌસ્વામી, અગ્રણીઓ મનિષભાઇ રાડિયા, શ્રીમતી નયનાબેન પેઢડિયા, બિનાબેન આચાર્ય, મીતાબેન પારેખ, હરેશભાઇ જોશી, પરેશભાઇ પીપળિયા, જયંતભાઇ ઠાકર ઉપસ્તિ રહ્યા હતા.