કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન, દેહદાન, અંગદાન, ચક્ષુદાન અને હઠીલા દર્દોના નિદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
સેવા સહકાર અને સમર્પણની ભાવના સાથે સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા સેન્ટ ગાર્ગી સ્કૂલમાં પંચામૃત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી કામગીરી નિ:શુલ્ક કરેલ હતી. જેમાં જૂના હઠીલા દર્દોનું નિદાન સાથે દવા પણ ફ્રી સાથોસાથ બ્લડ ડોનેશન કેમ્પ દેહદાન, અંગદાન અને ચક્ષુદાન અંગેના સંકલ્પ પત્રો સ્વેચ્છાએ ઉપસ્થિત લાભાર્થીઓએ ભરેલ હતા. આ પંચામૃત કાર્યક્રમમાં આવેલ લાભાર્થીઓ માટે નેચરલ પીણા જેવા કે છાશ અને વરીયાળીના શરબતનું પણ નિ:શુલ્ક વિતરણ કરેલ હતુ.
પંચામૃત કાર્યક્રમનું શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ સોલંકી વોર્ડ નં.૨નાં લોકપ્રિય કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષ રાડીયા, છબીલભાઈ પૂર્વ ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, જીવન કોર્મ બેંકનાં મેનેજીંગ ડીરેકટર નરેન્દ્રસિંહ જાડેજા, કાળુમામા, વિનુભાઈ પરમાર, ભરતભાઈ હેરભા જયસુખભાઈ ખેવલાણી, કિરીટભાઈ, જગદેવસિંહ જાડેજા, વોર્ડ નં.૨ ભાજપના પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, જયસુખભાઈ પરમાર, કમલેશભાઈ રાઠોડ સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહી સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટની કામગીરીની સરાહના કરી હતી.
પંચામૃત કાર્યક્રમમાં ડોકટરોની ટીમ, ડો. જોષી, આયુર્વેદીક ડો. અશોક આડેસરા, ડો. શ્રેયાબેન જોષી તથા તેની ટીમ તેમજ ગાયનેક ડો. અશ્ર્વીનીબેન ડાભી, ડો. શીતલબેન પંડયા અને સૌરાષ્ટ્ર વોલન્ટ્રી બ્લડ બેંકના ડો. અનીલ સાવલીયા દેવીબેન મહેતા અને ભીંડોરાભાઈનો સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
આ સમગ્ર પંચામૃત કાર્યક્રમનું આયોજન સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ પરમાર અને મહિલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાના માર્ગદર્શન હેઠળ ગુણુભાઈ ભટ્ટ, પ્રકાશ વોરા, પ્રભાબેન વસોયા, હેમંતસિંહ ડોડીયા, દિવ્યાબેન રાઠોડ, રેશ્માબેન સોલંકી ભાવનાબેન મેઘાબેન માનસીબેન સોનલ કાચા, અલ્કાબેન ભટ્ટ, નયનાબેન સહિત ટ્રસ્ટના મેમ્બરોએ અથાગ જહેમત ઉઠાવેલ.