‘ફ્રેન્ડશીપ ડે’ના દિવસે યુવાનોએ પ્રકૃતિનો સાથ માણ્યો
નવરંગ નેચર કલબ દ્વારા પ્રાકૃતિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રાકૃતિક યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, વિદ્યાર્થીઓ અને લોકો પર્યાવરણનું જતન કરે અને પ્રકૃતિનું રક્ષણ કરે, નવરંગ નેચર કલબ દ્વારા તમામ વિદ્યાર્થીઓને અનેકવિધ પર્યાવરણને લઈ માહિતી આપી હતી.આ પ્રસંગે નવરંગ નેચર કલબના બાલાએ જણાવ્યું હતું કે, લોકો મિત્ર સાથે ભાઈચારા દિવસ નિમિત્તે એકબીજાને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધતા હોય છે ત્યારે ખરા અર્થમાં પ્રકૃતિની સાથે સમય ગાળવો તે મહત્વનું છે.