ગેસ્ફોર્ડ ચેસ કલબ અને કાઠિયાવાડ જીમખાના દ્વારા આયોજીત ઓપન ગુજરાત રેપીડ ચેસ ટુર્નામેન્ટ કાઠિયાવાડ જીમખાના ખાતે આયોજન કરાયું હતું. જેમાં અરવિંદભાઈ મણીઆર ટ્રોફી, પી.પ્રભુદાસ ટ્રોફી અંડર-૧૨, અંડર-૧૭, જયંતીલાલ અજરામર દોશી લેડીઝ ટુર્નામેન્ટ તથા રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન ટ્રોફી અંડર-૯ અને અંડર-૧૩. કુલ છ ટુર્નામેન્ટ રમાડી હતી તેમાં ૨૫૦ ખેલાડીએ ભાગ લીધો હતો. કુલ ૭૫ ઈનામો આપવામાં આવ્યા હતા. પ્રથમ નંબરે આવેલ ઉદીત કામદારને રૂ.૧૦ હજાર રોકડનું ઈનામ આપેલ. દરેક ટુર્નામેન્ટમાં ૧ થી ૨૦ નંબરના ખેલાડીને રોકડ રકમ ઘડીયાળ ચેસ બોર્ડ, ગીફટ તથા ભાગ લેનાર ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવેલ. લેડીઝ ટુર્નામેન્ટમાં ૧ થી ૫ નંબર ૨૩થી ઈનામો આપવામાં આવેલ. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કાઠિયાવાડ જીમખાના, રાજકોટ નાગરિક સહકારી બેંક અરવિંદભાઈ મણિઆર જનકલ્યાણ ટ્રસ્ટ, પી.પ્રભુદાસ જીમ્મીભાઈ જીતેન્દ્રભાઈ દક્ષિણીનો ખુબ મહત્વનો ફાળો આપેલ છે. આ સમારોહના મુખ્ય મહેમાન ગાયત્રીબા વાઘેલા હતા. અતિથી વિશેષ તરીકે અ‚ણભાઈ દેસાઈ, અનિલભાઈ દેસાઈ, જીમ્મીભાઈ દક્ષિણી, જાનવીબેન, હસુભાઈ ગણાત્રા તથા અન્ય મહાનુભાવાેના વરદ હસ્તે ઈનામો આપ્યા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવામાં કાઠીયાવાડ જીમખાનાના સભ્ય તેમજ ગેસ્ફોર્ડ ચેસ કલબના કિશોરસિંહ જેઠવા, દિપકભાઈ જાની, મહેશ ચૌહાણ, હર્ષદભાઈ ડોડીયા, મહેશભાઈ વ્યાસ વગેરે ખુબ જ જહેમત ઉઠાવીને ટુર્નામેન્ટને સફળ બનાવી રહ્યા છે.
Trending
- હવે રેલવેની કન્ફર્મ ટિકિટ મેળવવા માટે કરવું પડશે આ કામ]
- ચેપ અને રોગોથી દૂર રહેવા મહિલાઓ માટે આ 4 રસીઓ મહત્વની
- સવારે વહેલા ઉઠીને આ પીણું પીવાથી થઈ જશો પાતળા
- આ 3 અદ્ભુત યુક્તિના ઉપયોગથી કાચની બંગડીઓ તમારા હાથમાં સરળતાથી ફિટ થઈ જશે
- કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સુવર્ણ વાઘા અને સિંહાસને ફુલનો શણગાર
- Surat:: પુણા વિસ્તારના વિદ્યાર્થી ગ્રુપે અયોધ્યા થીમ ઉપર બનાવી આકર્ષણ રંગોળી
- આરોગ્ય માટે અકસીર ગાંગડા મીઠુ….
- બેસતું વર્ષ શા માટે ઉજવાય છે, જાણો તેની પરંપરા…